દ્વારકાની સુદામા સેતુ યોજના અધ્ધરતાલ, ધોષણા પોકળ સાબિત થઇ

no stat work on sudama setu plan
no stat work on sudama setu plan
Bhaskar News

Bhaskar News

May 30, 2013, 11:15 PM IST

- ૧૧ માસમાં કામપૂર્ણ કરવાની યાત્રાધામ વિકાસ મંત્રીની ઘોષણા માત્ર ગુલબાંગ સાબિત થઇ : કામ શરૂ કરવામાં તંત્રને કર્યું ગ્રહણ નડે છે

પવિત્ર યાત્રાધામ દ્વારા ખાતે ગત તા.૫-૫-૨૦૧૧ના રોજ યાત્રાધામ વિકાસમંત્રી જયનારાયણભાઇ વ્યાસ તથા ગુજરાતના અન્ય ટોચના મહાનુભાવોના હસ્તે ગોમતી નદી તથા પંચકુઇને જોડતા પુલ સુદામા સેતુના નવનિર્માણ કરવા માટે શિલાયન્યાસ એટલે કે ખાતમુહુર્ત કરવામાં આવેલ. પરંતુ આ યોજનાને આશરે બે વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી પથ્થરનો એક ટુકડો પણ આ યોજનાને સાકાર કરવા ઉપયોગમાં લેવાયેલ નથી.

શિલાયન્યાસ પ્રસંગે યાત્રાધામ વિકાસમંત્રી જયનારાયણ વ્યાસે પત્રકારોને માહિતી આપતાં જણાવેલ કે, ગોમતી ઘાટથી પંચકુઇને જોડતો દ્વારકાધીશ આઇલેન્ડ (સુદામા સેતુ)નું કામ ૧૧ માસમાં પૂર્ણ થશે અને સુદામા સેતુના નિર્માણ માટે ખાનગી કંપની દ્વારા ૫૦ ટકા રકમનો સહયોગ સાંપડયો છે તેવું તેમણે જણાવેલ.

સુદામા સેતુનુ કામ ૧૧ માસમાં પૂર્ણ થવાની ગુલબાંગો ફેંકનારા યાત્રાધામ વિકાસમંત્રીના નિવેદનને આજે બે વર્ષ જેટલો સમયગાળો થવા છતાં હજુ સુધી કામ શરૂ નહીં થતાં સ્થાનિક જનતા તથા ભાવિકોમાં નિરાશાની લાગણી ફેલાઇ છે. હાલમાં યાત્રાધામ દ્વારકાનો રાજ્ય સરકારના નેજા હેઠળ ગુજરાત ટુરીઝમ દ્વારા જોરશોરથી વિકાસ થઇ રહયો છે અને ગુજરાત સરકાર દ્વારા દ્વારકા નગરીને શોળે શણગાર સજીને ફરી વખત સુવર્ણનગરીનો દરજજો આપવા પ્રયાસો થઇ રહયા છે. ત્યારે સુદામા સેતુની યોજના ક્યા કારણોસર ખોરંભે ચડી છે તે પ્રશ્ન વિચારણા માંગી લે તેવો છે.

પંચકુઇનો પ્રાચીન ઈતિહાસ પણ ઉજાગર થાય તેમ છે : વાંચવા ફોટો સ્લાઇડ કરો.....

X
no stat work on sudama setu plan
no stat work on sudama setu plan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી