તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકા પોલીસની એસઓજી બ્રાન્ચની રચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુદ્રઢ સુરક્ષા - નવરચિત જિલ્લાની સુરક્ષા-વ્યવસ્થામાં વધારો
સંવેદનશીલ દરિયાઇ સીમા સહિ‌ત દેશદ્રોહી પ્રવૃત્તિ ખાળવા સતર્કતા, પીઆઇ તરીકે વાઘેલા નિમાયા


જામનગર જિલ્લામાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ કચેરીઓનું વિભાજન થઇ જતાં જિલ્લા પોલીસ કચેરી પણ ધમધમવા લાગી છે. સંવેદનશીલ દરિયાઇ સીમાડા તથા આંતરિક દેશદ્રોહી પ્રવૃતિઓને ખાળવા પોલીસ વડાએ અલગ એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ)ની રચના કરી પીઆઇ તરીકે વાઘેલાની નિમણુંક કરી છે. જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઇ સીમાડાના જિલ્લા વિભાજન વખતે બે ભાગ થઇ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વ આવ્યા બાદ જામનગરથી લગભગ તમામ કચેરીઓ નવા જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે ધમધમવા લાગી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની રચના બાદ ગૃહ વિભાગે એસપી સહિ‌તનું મહેકમ ફાળવી દઇ અલગ પોલીસ ભવનને કાર્યાન્વિત કર્યું હતું. નવા જિલ્લાના પ્રથમ એસપી તરીકે જગદીશ પટેલે ચાર્જ સંભાળ્યા બાદ ત્વરીત એલસીબીની પણ રચના કરી હતી. બીજી તરફ સંવેદનશીલ દરિયાઇ સીમાડા તથા ભૂતકાળમાં થયેલી દેશદ્રોહી પ્રવૃતિઓને ધ્યાને રાખી એસપીએ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની રચના માટે ગૃહ વિભાગ અને એટીએસ સમક્ષ દરખાસ્ત કરી હતી.

જેના અનુસંધાને એટીએસના એડીજીએ એસઓજીની રચનાને બહાલી આપતા મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અલગ એસઓજીની રચના કરી હતી. ખંભાળિયા ખાતે એસપી કચેરીમાં જ એસઓજી બ્રાન્ચ શરૂ કરી નેતૃત્વ પીઆઇ વાઘેલાને સોંપવામાં આવ્યું છે. ઉપરાંત ત્રણ કોન્સ્ટેબલ પણ નવી બ્રાન્ચમાં ફાળવાયા છે. દ્વારકા એસઓજીની રચના થઇ જતાં જામનગરની બ્રાન્ચ પરનું ભારણ હળવું થશે અને દેશદ્રોહી પ્રવૃતિને ખાળવા બન્ને જિલ્લાની એસઓજી વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકાશે એમ પોલીસ સુત્રોએ આશાવાદ સેવ્યો છે. આંતકીઓના ટાર્ગેટમાં રહેલા જગત મંદિરની સુરક્ષામાં પણ એસઓજીની ઉપસ્થિતિમાં વધારો થશે એમ પોલીસે જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો