• Gujarati News
  • New Patrolling Boat To Okha Coast Guard Latest News Jamnagar

ઓખા કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે વધુ એક બોટ ફાળવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માછીમારો માટે સુરક્ષા વધશે
- 45 કરોડની કિંમતની અદ્યતન સુવિધાઓ છે

ઓખા: ઓખા કોસ્ટગાર્ડને રવિવારે વધુ એક બોટ ફાળવાતા દરિયાઇ સુરક્ષા કાર્યવાહીને વધુ બળ મળ્યુ છે તથા માછીમારો માટે પણ રક્ષણ વધ્યુ છે. આ બોટનું ઓખાબંદરે સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ બોટથી દરીયાઇ સુરક્ષા વધુ કવર કરી શકાશે. દેશનો દરિયાઇ સંવેદનશીલ ગણાતો ઓખાની દરિયાઇ સરહદની સુરક્ષા માટે ઓખા કોસ્ટગાર્ડ જેટી પર ભારતીય કોસ્ટગાર્ડને વધુ એક અદ્યતન ઇન્ટર સેપ્ટર પેટ્રોલીંગ બોટ સી-411થી સજજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓખા કોસ્ટગાર્ડ સી.ઓ. એમ.એન. પાટીલએ આ બોટનું સ્વાગત કર્યુ હતું. અને આ શીપના કેપ્તાન ડી. ખરીયાલ સાથે તમામ સ્ટાફનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું. અને શુભેચ્છા આપી હતી. 45 કરોડની કીંમતની આ અદ્યતન સાધન સરંજામવાળી વધુ બોટ આવવાથી ઓખા બંદર સાથે દેવભૂમિ દ્વારકાનો વિશાળ દરિયાની સુરક્ષા વધુ મજબુત બનશે અને સૌથી વધુ માચ્છીમારોને પાકીસ્તાનીઓ ઉઠાવી જાય છે. તેમને પણ આવી અદ્યતન બોટથી સુરક્ષા કવચ પુરૂ પાડશે.

અત્યારે ગુજરાતની 1600 કીલોમીટરની દરિયાઇ પટ્ટી માટે સરહદી કોઇપણ પ્રકારની પરિસ્થિતિ સામે દરિયાઇ સુરક્ષા ક્ષેત્રે પહોંચી વળવા કોસ્ટગાર્ડ સક્ષમ છે. આમ આ ચાર્લી-411 ઓખા કોસ્ટગાર્ડ કનકાઇ જેટી પર આવતા ઓખા પોર્ટ બંદર, બેટ પેસેન્જર જેટી સાથે માચ્છીમારી બંદર પર ખુશી છવાઇ હતી.