જોડિયાના જીવાપરમાં છરીના ઘા ઝીંકી યુવાનને વેતરી નખાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હત્યા અંગે પોલીસે િવગત મેળવી હતી)
- એક જ પરિવારના ત્રણ શખ્સ હથિયાર સાથે તૂટી પડ્યા

જામનગર: જોડિયા તાલુકાના જીવાપર ગામમાં એક જ પરિવારના ત્રણ શખ્સો દ્વારા પૂર્વે થયેલી માથાકૂટનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હતો અને આ હુમલામાં યુવાનનું મૃત્યુ થવા પામ્યુ હતું. આ બનાવથી પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. જોડિયા તાલુકાના જીવાપર ગામમાં રહેતા ઓગણીસ વર્ષીય હિ‌તેશ માધાભાઇ કંટારીયાને આરીફ ઉર્ફે અફલો મામદ ખોજા સાથે અગાઉ પણ ઘણી વખત માથાકુટ થવા પામી હતી અને આ બાબતે તેઓ બન્ને વચ્ચે અવાર-નવાર બોલાચાલી થઇ હતી. જે અદાવતનો ખાર રાખી મંગળવારે બપોરે આરીફ મામદ, તેનો ભાઇ શિરોજ ખોજા તથા તેના પિતા મામદ ખોજા દ્વારા છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જેના લીધે હિ‌તેષને ગંભીર ઇજા થવા પામી હતી અને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થવા પામ્યુ હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ. માટે લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ હિ‌તેષભાઇના પિતા માધાભાઇ ટપુભાઇ કંટારીયા દ્વારા રીતે પોલીસમાં નોંધાવવામાં આવી હતી અને આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

પૈસા મુદે ઝઘડો વકર્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે આરોપી અને હિ‌તેષ વચ્ચે ત્રણ મહિ‌ના પહેલા પૈસાની લેતી-દેતી સંબંધે માથાકૂટ થવા પામી હતી. તેનો ખાર રાખીને હુમલો કરાયો હતો.