મુખ્યમંત્રી મોદી આજે જામજોધપુરમાં, તંત્ર ઊંધા માથે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કલેક્ટર સહિતના અધિકારીઓએ કૃષિ મહોત્સવના સ્થળની મુલાકાત લઇ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન : ખેડૂતો -પશુપાલકોની હાજરી માટે તંત્ર સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરોની કવાયત

જામજોધપુરમાં શુક્રવારના યોજાનારા સૌરાષ્ટ્ર ઝોનના મેગા કૃષિ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય, વહીવટી તંત્ર ઉંધા માથે કામે લાગ્યું છે. કલેક્ટર સહિતના અધિકારીઓએ કૃષિ મહોત્સવના સ્થળની મુલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બીજી બાજુ કાર્યક્રમમાં ખેડૂતો અને પશુપાલકો બહોળી સંખ્યામાં હાજર રહે તે માટે તંત્ર સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરો વ્યસ્ત બન્યા છે.

સૌરાષ્ટ્ર ઝોનનો મેગા કૃષિ મહોત્સવ જામજોધપુરમાં તા.૨૫ અને ૨૬ બે દિવસ યોજાશે. જેમાં તા.૨૫ના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીનું સવારે ૮-૫૦ કલાકે આગમન થશે. ત્યારબાદ તેઓ ગૌ પૂજન અને પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઇ સભા સ્થળે પહોંચશે. કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હોય, જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. જેના કારણે સરકારી કચેરીઓમાં અધિકારીઓની ગેરહાજરીને કારણે અરજદારો હાલાકી ભોગવી રહયા છે.

- ગરમી અને તાપમાં મુસાફરો રઝળી પડશે, જામજોધપુર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનો બહિષ્કાર : વાંચવા ફોટો સ્લાઇડ કરો....