તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૩પ શખ્સોએ આચરી રૂપિયા ૩.૯૦ કરોડની ખનીજચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાણવડ પંથકમાં સરકારી જમીનમાં ઉત્ખનન કર્યું છતાં તંત્રની નજર ન પડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ઢેબર ગામે ૩પ શખ્સોએ સરકારી જમીનમાં ઉત્ખનન કરી રૂ.૩.૯૦ કરોડની મસમોટી ખનિજ ચોરી આચર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે તમામ શખ્સોનું પગેરૂ મેળવવા કવાયત શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ પંથક લાઇમ સ્ટોન ખનિજ ચોરીમાં અવાર-નવાર ચર્ચાની એરણે ચડયો છે. ત્યારે વધુ એક વખત ખનિજ માફિયાઓ તંત્રના નાક નીચેથી ચારેક કરોડ રૂપિયાની ખનિજ ચોરી આચરી ગયાનું જાહેર થયું છે. જામનગર ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર બીરેન ચૌહાણ સહિ‌તના સ્ટાફે ભાણવડ તાલુકાના ઢેબર ગામે ગત તા.૨૬મીના રોજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સરકારી જમીનમાંથી તોતીંગ ચકરડીઓ ચલાવી અમુક ખનિજ માફિયાઓએ લાઇમ સ્ટોન ખનિજને બારોબાર સગેવગે કરી નાખી મસમોટુ કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન તંત્રએ ઉત્ખનન કરાયેલી જુદી-જુદી ખાણનો સર્વે (મોજણી) કરી ખનીજ ચોરીનો તાગ મેળવ્યો હતો. જેમાં ૩પ શખ્સોએ સરકારી હસ્તકની જમીનમાંથી ઉત્ખનન કરી રૂ.૩,૯૦,૯૪૬૧૯ની ખનિજ ચોરી આચરી હોવાની આઇપીસી કલમ-૩૭૯, ૧૨૦(બી), એમ.એમ. આર.ડી. એકટ, ગુજરાત ખનિજ બિનઅધિકૃત ખનિજ નિયમ ૩, પ, ૬, ૧૭, ૧૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ પરમાર સહિ‌તની ટીમે તપાસ હાથ ધરી હતી.

આ શખ્સોએ આચરી ખનીજ ચોરી
અસરફ મહમદ પટેલ
ભીખુ ઇબ્રાહીમ જાકર
નુરમાામદ હુશેન ચકીવાલા
શબીર હાજી કોટડી
ઓસમાણ આમદ હાલાણી
ઇબ્રાહીમ મહમદ મોઢવાડીયા
આસીબ જુમા મોઢવાડીયા
અસરફ નુરમામદ મોઢવાડીયા
અયુબ સુલેમાન પસાપણ
કાસમ જુમા બાસવાલા
ઇલા આમદ ફોજવાળા
સબીર સુમાર ધતુરીયા
સુમાર કાસમ ધતુરીયા
જુમા આસમ કોટડીવાલા
જુસબ કાસમ કોટડીવાલા
નુરમામદ હાસમ કોટડીવાલા
ઇબ્રાહીમ ઓસમાણ ડોકટીયા
આમીન ઓસમાણ ડોકટીયા
સુલેમાન જુસબ કોદીવાલા
ઇસા હુશેન કાકરવાલા
અલી ઇસા મચ્છીવાલા
અબ્દુલ કાસમ ખાંટ
કાસમ નુરમામદ ખાંટ
મહમદ આમદ સમા
હુશેન હાજી ખાંટ
અલારખા આમદ પીઠારા
આમદ અલ્લારખા મોઢાવાડિયા
જુમા અલ્લારખા
આરબી સુલેમાન
જુમા હાસમ
ઇશા હુશેન
આમદ સલેમાન
હાજી જુમાન
મામદ મુસા
ઇબ્રાહીમ ઓસમાણ