• Gujarati News
  • Men Defiant Against Terror Wakes Up Lokarosa Bhabhuki

માથાભારે શખ્સના આતંક સામે લોકરોષ ભભૂકી ઊઠ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્લોટ પચાવી પાડવા હુમલો કરી લૂંટ ચલાવનાર

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં પટેલ કારખાનેદારનો પ્લોટ પચાવી પાડવા એકાદ ડઝન શખસોએ હુમલો કરી લુંટ ચલાવ્યાના બનાવના ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. જમીન માફીયઓના આંતક સામે કડક હાથે કામ લેવા શહેરના અગ્રણીઓએ જિલ્લા પોલીસવડા અને કલેક્ટર સમક્ષ રજુઆત કરી છે.

શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેા અને બ્રાસપાર્ટસનું કારખાનું ધરાવતા જીતેન્દ્ર કેશવજીભાઇ ડોબરીયાનો ગોકુલનગર વિસ્તાર મેઇનરોડ પર આવેલો પ્લોટ પચાવી પાડવા ચાર દિવસ પૂર્વે અનિલ મેર સહિતના એકાદ ડઝન શખસોએ હુમલો કરી માર માર્યો હતો અને રૂ. ૬ હજારની રોકડ તથા એક મોબાઇલની લુંટ ચલાવી હતી. આ ઘટનાના પગલે ગોકુલનગર વિસ્તાર તથા ઔધોગિક એકમોમાં વ્યાપક રોષ ફાટી નિકળ્યો હતો.

આગળ વાંચો : જિલ્લા કલેક્ટર અને પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું