સલાયામાં યુવાને ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેવાસા ગામે હાર્ટએટેક આવતાં પ્રૌઢનું મૃત્યુ
ખંભાળિયા નજીક સલાયામાં દલિત યુવાને અગમ્યકારણોસર ગળાફાંસો ખાઇ આપધાત કરી લઇ ફાની દુનિયાને અલવિદા કરી છે. જયારે કલ્યાણપુરના મેવાસા ગામે જામનગરના પ્રૌઢને એટેક આવતા તેમનું મૃત્યુ નિપજયું હતું.
જિલ્લામાં આપધાતના વધી રહેલા બનાવોમાં વધુ એક બનાવ ઉમેરાયો હતો. જેમાં સલાયા ગામે સરકારી દવાખાના પાસે રહેતા ગીરધરભાઇ વાલજીભાઇ વારસાખેયા (ઉ.વ.રપ) નામના યુવાને શનિવારની રાત્રે કોઇપણ સમયે પોતાના ઘરમાં જ લાકડાની આડીમાં સાડીનો દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. સવારે પરિવારજનોએ ખટકાવેલો દરવાજે નહી ખુલતા, બારીમાંથી ડોકયું કરતા આ ઘરના બહાર આવી હતી.
આ બનાવ અંગે ખેરાભાઇ વારસાખેયાએ જાણ કરતા સ્થાનિક પીએસઆઇ આર.એસ. ઠાકર, જમાદાર જયસુખભાઇ ગઢવી સહિ‌તનાઓએ દોડી જઇ મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલમાં પીએમ કરવાયું હતું. ત્યાર બાદ આ બનાવનું કારણ ચકાસવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જયારે કલ્યાણપુરના મેવાસા ગામે શનિવારે બપોરે નારણ દેવાણંદભાઇ કંડોરીયા (ઉ.વ.પ૬) નામના પ્રૌઢને હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ નિપજયું હતું.