ઇયર ફોન લગાવી ચાલતા યુવાન પર ટ્રેન ફરી વળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રંગમતી ડેમમાં નહાવા પડેલો તરુણ ડૂબી ગયો

લાલપુર નજીક સણોસરી ગામ નજીક ઇયર ફોન લગાવી રેલવે ટ્રેક પર ચાલીને જતા યુવાન પર ટ્રેન ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જયારે રંગમતી ડેમમાં ન્હાવા પડેલા તરૂણનું ડુબી જતાં મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના સણોસરી ગામે રહેતો પુનિત રશીકભાઇ ખાંટ (ઉ.વ.૧૯) નામનો પટેલ યુવાન રવિવારે સાંજે પાંચેક વાગ્યે સીમ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો ત્યારે પાછળથી ધસમસતી આવી ચડેલી ટ્રેને યુવાનને ચગદી નાખ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

મૃતક યુવાન પોતાના મોબાઇલ ફોનમાંથી ઇયર ફોન વાટે ગીત સાંભળતો જતો હતો ત્યારે સગીતના અવાજમાં ટ્રેનનો અવાજ નહી સંભળાતા આ ઘટના ઘટી હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. જયારે જામનગર નજીક લાલપુર રોડ પર આવેલા ચંગા ગામે રંગમતી ડેમમાં નહાવા પડેલા જયદતસિંહ ભગુભા પીંગળ (ઉ.વ.૧પ) નામના તરૂણનું ડુબી જતાં મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.