જામનગર: પ્રેમીયુગલે ટ્રેન નીચે ઝંપલાવી મોતની સોડ તાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જામવણથલી પાસે પ્રેમીયુગલે ટ્રેન નીચે ઝંપલાવી મોતની સોડ તાણી
- આ ફાની દુનિયામાં ભેગા નહીં રહેવાય તેવી દહેશતથી

જામનગરથી ત્રીસેક કિલોમીટર દૂર વણથલી રેલ્વે ટ્રેક પાસે મંગળવારે બપોરે ટ્રેન નીચે પડતુ મુકીને પ્રેમી યુગલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જામવણથલીથી ર કિલોમીટર રાજકોટ તરફ મંગળવારે બપોરે ર.૨૦ વાગ્યે જયારે મોતીહારી એકસપ્રેસ ટ્રેન પસાર થઇ ત્યારે યુવક અને એક યુવતિએ તે ટ્રેન નીચે ઝંપલાવતા બન્નેના કટકા થઇ ગયા હતા.
આ દુર્ઘટના અંગે જાણ થતાં જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઇ મહીપાલસિંહ અને ક્રિપાલસિંહ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવાન ભુપત પરમાર (રહે. અલીયાબાડા) અને મૃતક યુવતી અલ્પાબેન મનસુખભાઇ (રહે. જામખંભાળિયા) હોવાનું ખૂલ્યું હતું. મૃતક ભૂપત અને અલ્પા બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. પરંતુ ભૂપત પરિણીત હોવાથી સમાજ બન્નેને એક થવા નહીં દે તેવી દહેશતથી ટ્રેન નીચે ઝંપલાવીને સજોડે જીવતર ટૂંકાવી લીધાનું પોલીસે જણાવ્યું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...