તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Light Rain Halarana Five Counties, Dhrol Half An Inch

હાલારના પાંચ તાલુકામાં હળવો વરસાદ, ધ્રોલમાં અડધો ઇંચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધ્રોલમાં અડધો ઇંચ:અન્યત્ર હળવા ભારે ઝાપટા વરસ્યા

જામનગર શહેર-જિલ્લામાં શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં સતત ત્રીજા દિવસે પણ મેધરાજાએ મુકામ કરતા કાલાવડમાં એક ઇંચ જ્યારે ધ્રોલમાં અડધો ઇંચથી વધુ પાણી વરસ્યુ હતુ.જ્યારે ચાર તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

જામનગરમાં ચોમાસાના પ્રારંભે મેધરાજાએ ધમાકેદાર પધરામણી કર્યા બાદ લગભગ ચારેક સપ્તાહના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.કાલાવડમાં શનિવારે રાત્રે આવી પહોચેલી મેધસવારીએ ધીમીધારે વરસવાનું શરૂ કરતા મધરાત સુધીમાં લગભગ અડધો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ.ત્યારબાદ રવિવારે સવારથી સાંજ સુધી યથાવત હળવા ભારે ઝાપટાએ વધુ અડધોક ઇંચ વરસાદ વરસાવ્યો હતો.

ધ્રોલમાં સવારથી સાંજ સુધી યથાવત હળવા ભારે ઝાપટા અને ઝરમર વરસાદે વધુ પંદર મી.મી. પાણી પડયુ હતુ.જ્યારે જામજોધપુર,દ્વારકા અને લાલપુરમાં પણ દિવસ દરમ્યાન હળવા ઝાપટા વરસ્યા હતા.ભાણવડમાં શનિવારે રાત્રે ઝાપટા પડ્યા હતા.શહેર-જિલ્લામાં મોડી સાંજે પણ મેધાવી માહોલ યથાવત રહયો હતો.

- જામનગરમાં ઝરમર વરસાદે માર્ગો ભીંજવ્યા

શહેરમાં સવારથી ભારે મેધાડંબર વચ્ચે સુર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા.લગભગ સાંજ સુધી યથાવત વરસાદી વાતાવરણ વચ્ચે અવાર નવાર હળવા ભારે છાંટાએ માત્ર માર્ગો ભીંજવ્યા હતા જેથી શહેરીજનો ખાસ કરીને રવિવારની રજામાં ન્હાવાની મજા માણવા ઉત્સુક ભુલકાઓ નિરાશ જોવા મળ્યા હતા.