જામનગર વાસીઓ આનંદો, ઐતિહાસિક લાખોટા કોઠાનું ૧૧ કરોડના ખર્ચે રિનોવેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઐતિહાસિક લાખોટા કોઠાનું ૧૧ કરોડના ખર્ચે રિનોવેશન
- રાજાશાહી વખતના સંભારણા સમાન કે જેમાં દારૂગોળો સચવાતોતો તેવા
- મ્યુઝિયમ, લાઇટ શો, બાયનોક્યુલર, થિયેટર સહિ‌તની સુવિધા વિકસાવવા માટેનો પ્રોજેક્ટ સરકારમાં મોકલવામાં આવ્યો

શહેરમાં આવેલા રણમલ તળાવની મધ્યમાં જ આવેલા રાજાશાહી વખતના લાખોટા કોઠા છે કે જેમાં તે વખતે દારૂ ગોળો રાખવામાં આવતો હતો તેનું રૂા. ૧૧ કરોડના ખર્ચે રીનોવેશન થનાર છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલાસિંગના જણાવ્યા મુજબ શહેરની આ ઐતિહાસિક અને રક્ષિત સ્મારક એવા લાખોટા કોઠાનું રેસ્ટોરેશન કન્ઝર્વેશન વર્કસ કામ બાબતે રૂા.૧૦ કરોડ ૯૧ લાખનો ડીપીઆર મંજૂર કરવામાં આવ્યો છે અને આ ડીપીઆર હવે સરકારમાં પણ મોકલી દેવાયો છે તથા ટુંકસમયમાં કામ શરૂ થશે.

આ અંગે સીટી એન્જીનિયર શૈલેષ જોશીએ જણાવ્યું છે કે, પુન:સ્થાપન, દ્રઢીકરણ, પુન:વસન, સીવીલ, ઇન્ટીરીઅર, વેલ્યુ એડેડ સર્વિ‌સીસ, ઇલેકટ્રીક, પ્લમ્બીંગ સહિ‌તના આ પ્રોજેકટમાં મુળ ઢાંચો જાળવીને જામરાવળના સ્ટેચ્યુ ફરતે બેઠક વ્યવસ્થા, એન્ટી પાથવેમાં સ્ટોન પીલર, ટીકીટ વિન્ડો, બાથ-ટોયલેટ, લાઇટીંગ, પાણી, ફર્નિ‌ચર, ચારેય દિશામાં ૧૦ જેટલા મોટા સ્ટેશનરી બાયનો કયુલર વ્યવસ્થા લગાડવા, ડોકયુમેન્ટરી ફીલ્મ શો, શીટીંગ વ્યવસ્થા સહિ‌તની સુવિધાઓ વિકસાવવાનો સમાવેશ થાય છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..