• Gujarati News
  • Jamnagar: Lalpur Fever And Convulsions After Her Death

જામનગર:લાલપુરની યુવતીનું તાવ અને આંચકીની બીમારીથી મૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-જામનગર જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ
-મોટી ખાવડીમાં રહેતા પરપ્રાંતીય યુવાનને નીંદરમાં મોત
જામનગર:લાલપુરના નાની રાફુદડ ગામની યુવતીનુઁ તાવ અને આંચકીની બીમારીથી મૃત્યુ થયાના બનાવ સાથે જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા હતા.જીલ્લામાં વધતા જતા અપમૃત્યુના બનાવોમાં વધુ ત્રણ બનાવો બનવા પામ્યા હતાં જેમાં લાલપુરના નાની રાફુદળ ગામે રહેતા જયાબેન કેશવજીભાઇ રાઠોડની 21 વર્ષીય પુત્રી વિલાશબેનને તાવ અને આંચકી આવી જવાની બિમારી હોય શનીવારે સવારના તેને આચકી આવતા બેભાન થઇ જતા બેભાન અવસ્થામાં લાલપુર હોસ્પીટલે લઇ આવતા તેમનું સારવારમાં મૃત્યુ થયું હતું.
જયારે મોટીખાવડીમાં રહેતા કાર્તીક બાઉલ મુરમ નામનો યુવાન ગુરૂવારે રાત્રે સુતા પછી સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં હોસ્પીટલ ખસેડતા ફરજ પરના તબીબે તેનું એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જયારે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સવજીભાઇ વશરામભાઇ મકવાણા શુક્રવારે સાંજના લઘુશંકા કરવા ગયા હતાં ત્યા તેને એટેક આવતા બેભાન હાલતમાં હોસ્પીટલે ખસેડાતા તેનું પણ મૃત્યુ નીપજયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. આમ િજલ્લા તેમજ શહેરમાં યમરાજાનો કાળો કેર ફરી વળ્યો હોય તેમ એક સાથે ત્રણ જીંદગીનો અંત આવી જતા ચકચાર મચી જવા પામી હતી.