જામનગર:દુષ્કર્મ કરનારી ગેંગના બે ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક છે)
-પોલીસને ચાર દિવસ સુધી પણ પત્તો ન મળતા ભોગ બનનારમાં ફફડાટ
-હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ સહિતના ગુનાઓ અંગે આ ચાર શખ્સો સામે આરોપ છે
જામનગર:જામનગરમાં દુષ્કર્મ કરનારી ગેંગના બે આરોપી એવા મામા-ભાણેજ બનાવના ચાર દિવસ બાદ પણ હજુ પોલીસની પકડમાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીનો ચાર િદવસ બાદ પણ પોલીસને પતો નહી લાગતા ભોગ બનનાર અન્ય યુવતીમાં પણ ભયની લાગણી પ્રસરી છે. આ ગેંગના બે સભ્યો અગાઉથી જેલના પાંજરે પુરાયેલા છે જયારે અન્ય બે આરોપીઓ બનાવની જાણ થતા ફરાર થઇ ગયા હતાં. આ આરોપી વિરૂધ્ધ ભુતકાળમાં અન્ય ઘણા બધા ગુનાઓ પોલીસ દફતરે નોધવામાં આવ્યા છે. ડીવાયએસપી તથા એસપી દ્વારા આ કેસની અગત્યતાને ધ્યાને લઇ અેલસીબીને પણ આ કેસમાં સામેલ કરાઇ હતી.
જામનગરમાં સોની યુવાન પર દુષ્કર્મ આચરી કલીપીગ ઉતારી બ્લેકમેલીંગ કરનાર ગેંગ વિરૂધ્ધ પોલીસે ગુનો તો નોધ્યો પણ તપાસની કાર્યવાહી ગોકળ ગાયની જેમ ચાલુ હોય તેમ ચાર દિવસ બાદ હજુ પણ આ કેસના બે આરોપી નલીન અને તેનો ભાણેજ હજુ સુધી ફરાર છે જયારે ભોગ બનનાર અન્ય યુવતીમાં ડરનો માહોલ પેદા થયો છે અને હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ સહીતના ગુનાઓ આચરનારી ગેંગના સભ્યોને વહેલામાં વહેલી તકે પકડવા માટે ડીવાયએસપી દ્વારા સીટી-સી ડીવીઝન પોલીસને આળસ ખંખેરી ઝડપી કાર્યવાહી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. ભોગ બનનાર યુવતીના પરીવારજનોએ પણ આ ફરાર આરોપીને પકડીને પોલીસ જેલ હવાલે કરે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.
ફોટાના આધારે શોધખોળ ચાલુ
આ બનાવના ફરાર આરોપીના ફોટા જુદા-જુદા પોલીસ મથકે મોકલાવી તેમના ભાળ મેળવવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય જીલ્લાની પોલીસ ટૂકડીને પણ આ કેસમાં સામેલ કરવામાં આવી હતી.