• Gujarati News
  • Jamnagar District In Just Eight DamsEmpty , Seven Normal Water

જિલ્લાના આઠ ડેમ ખાલી, સાતમાં સામાન્ય પાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક છે)
- જામનગર અને દ્વારકાના 17 જળાશયોમાં જ 80 ટકાથી વધુ પાણીનો જથ્થો છે
- શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે નર્મદા ઉપર વધુ મદાર રહેશે, ખેતી માટેની િસંચાઇની વ્યવસ્થા પણ પૂરી પડી શકશે નહીં
જામનગર: જામનગર જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં આ વખતના ચોમાસામાં જળાશયો હજુ ભરાયા નથી અને માત્ર સાત ડેમોમાં સામાન્ય પાણી છે. જયારે આઠ તો તદન ખાલી છે અને માત્ર 17 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી છે. આમ એકંદર પીવાના પાણીની તેમજ ખેતી માટેની ચિંતા આગામી દિવસોમાં વધતી રહેશે અને ખાસ કરીને નર્મદાના નીર ઉપર વધુ અાધાર રાખવાે પડે તેવી સ્થિતી વરસાદની ખેંચના કારણે સર્જાઇ છે. જે તંત્ર માટે પણ ચિંતાની બાબત બની રહી છે.
જામનગર િજલ્લાના 26 અને દ્વારકા િજલ્લાના 15 ડેમ જામનગર િસંચાઇ િવભાગ હસ્તક છે તે તમામ ડેમસાઇટ ઉપર સરેરાશ 60 ટકા વરસાદ થયો છે. પરંતુ વરસાદના પાંચેય રાઉન્ડ હળવા-મધ્યમ જ હતા માટે અને તે ઉપરાંત ડેમના સ્ત્રાવ િવસ્તારમાં વરસાદ જોર ખાસ રહયુ ન હોઇ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી નહીં. તેમાંય પીવાના પાણી માટેના આધાર ગણાતા ડેમોમાં તો 20 થી 30 ટકા જ પાણીનો જથ્થો છે. ઉપરથી ડેમોના પાણીના સીપેજ અને બાષ્પીભવન પણ સામાન્ય રીતે થાય એના કરતા આકરા તાપના કારણે વધુ છે. જો કે િસંચાઇ િવભાગના જણાવ્યા અનુસાર જામનગર િજલ્લાના ડેમોમાં સરેરાશ 30 ટકા અને દ્વારકા િજલ્લાના ડેમોમાં સરેરાશ 70 ટકા પાણી છે. કેમકે, દ્વારકા િજલ્લામાં ઘી, વર્તુ-1, વર્તુ-2, સોનમતી વગેરે ડેમ ઓવરફલો થઇ ગયા હતા. એકંદર બન્ને િજલ્લાના મળી સરેરાશ 50 ટકા પાણીનો જથ્થો ગણાય છે.

આ સંજોગોમાં પીવાના પાણી માટે ડીસેમ્બર માસ બાદ નર્મદાના નીર ઉપર જ વધુ મદાર રહેશે. પરંતુ ખેતી માટે પાણીની તકલીફ રહેશે. કેમકે તમામ સવા છ લાખ હેકટર ખેતીની જમીન માટે િસંચાઇની સુિવધા નથી.
( આગળ વાંચો ક્યા-ક્યા ડેમો ખાલી છે...)