તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Jamnagar Dargah To Capture Lock Up Resentment Devatam

જામનગરમાં દરગાહ પર કબજો જમાવી તાળાં મારી દેવાતાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત

જામનગરમાં મુસ્લિમ સમાજની એક શાખાએ ઘાંચીવાડની મિસ્જદ પર કબ્જો જમાવી તાળા મારી દઇ ધાર્મિક લાગણી દુભાવી હોવાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી કરવામાં આવી છે.

શહેરમાં ઘાંચીવાડમાં જમાતખાના પાસે આવેલી લાલશા બાપુની દરગાહને વ્હાબી પંથના અનુયાયીઓએ ગેરકાયદે કબ્જે કરી, તાળુ મારી બંધ કરી દીધી હોવાની સુન્ની જમીબતુલ અવામે આરોપ લગાવી જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરી છે. આ વિવાદના ઉકેલ માટે પોલીસ સક્રિય ભૂમિકા ભજવે એવી સુન્ની જમાતે માંગણી કરી લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.