તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ISKCON Family Car Procession By The Lord Jagannathajini Chadhdhi

ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની છઢ્ઢી રથયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રવચન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

જામનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય છઠ્ઠી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોહાણા મહાજન વાડીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની છઠ્ઠીરથયાત્રાનું આયોજન તા.૧૩ના કરવામાં આવ્યું છે. જેમાં પંચેશ્વર ટાવર પાસેના લોહાણા મહાજન વાડીમાં સવારે પાંચ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગળાચરણ થશે.

પછી સવારના ૭-૩૦ વાગ્યે શ્રૃંગાર દર્શન, ૮ વાગ્યે તથા ૧૧ વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે ૧૨-૩૦ વાગ્યે રાજભોગ દર્શન તથા એ પછી મહાપ્રસાદના કાર્યક્રમ થશે. ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા- બલરામના વિગ્રહ)ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ હરે હરે, જય જગન્નાથજીના નાદ સાથે સાંજે ચાર વાગ્યે નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચેશ્વર ટાવર પાસેથી થશે.

રથયાત્રા બેડીગેઇટ, સુપર માર્કેટ, કાશી વિશ્વનાથ રોડ, ત્રણ દરવાજા, ગ્રેઇન માર્કેટ,સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, રતનબાઇ મિસ્જદ, ચાંદીબજાર, સેન્ટ્રલબેંક, ચાંદીબજાર, સેન્ટ્રલબેંક, સેતાવાડ, હવાઇચોકથી ખંભાળિયા નાકા થઇ તળાવની પાળ પરના બાલા હનુમાન મંદિર થઇ ખડપીઠ મેદાન પર પહોંચશે. જ્યાં રથયાત્રાની પૂણૉહુતિ થશે. વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે.

તેમજ પ્રસાદ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થશે. ત્યારપછી ભક્તિ વિકાસ મહારાજ, ગુજરાત ઇસ્કોનના પ્રમુખ જશોમતીનંદન, વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ સિચ્ચદાનંદજીના પ્રવચન પછી સાડા આઠે દરેક કૃષ્ણ ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.

- પુણ્ય અને ભક્તિમાં અંતર વિષય પર પ્રવચન

ઇસ્કોન-જામનગર કેન્દ્ર જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમ-શરૂ સેકશન રોડ, જામનગરમાં તા.૧૪ના સાંજે ૭-૩૦ થી ૯-૩૦ લંડનથી પધારેલ ઇસ્કોનના વરિષ્ઠ સંન્યાસી ભકિત વિકાસ મહારાજ ભૌતિક સમસ્યાઓ અને આધ્યાત્મિક સમાધાન, પૂણ્ય અને ભકિતમાં અંતર વિષય પર ખાસ પ્રવચન આપશે.