• Gujarati News
  • Investigation Of Mobile Case In Jamnagar Jail Latest News

જેલ-મોબાઇલ મળી આવ્યાના પ્રકરણમાં તપાસ ગોકળગાય ગતિએ આગળ ધપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેલ-મોબાઇલ મળી આવ્યાના પ્રકરણમાં તપાસ ગોકળગાય ગતિએ આગળ ધપી
- આરોપીઓનો કબજો મેળવતા કોર્ટ હુકમ મેળવાયો હવે અમદાવાદ પો.કમિ.ના હુકમ મેળવાશે
- અમદાવાદ અને વલસાડના પાસાના કેદીઓ સેલફોન ઉપર વાતચીત કરતા ઝડપાયા હતા

જામનગર જેલમાંથી પાસાના કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યાના ગુનામાં તપાસ ગોકળગાય ગતિએ આગળ ધપી ખરી અને તપાસનીશ દ્વારા આ કેદીઓ જે જિલ્લાના છે ત્યાં જઇને ત્યાંની ઓથોરીટી પાસેથી મંજૂરી અંગેની પ્રક્રિયા હવે આગળ ધપી છે, તે પહેલા નિવેદન ફેર નિવેદન વગેરે પ્રક્રિય થઇ હતી. તેમજ કોર્ટમાંથી કેદીઓનો કબ્જો મેળવવા હુકમ મેળવાયો છે. તો બીજી તરફ કોલ ડીટેઇલનું રેકર્ડ પણ મેળવાઇ છે. જામનગર જેલમાંથી પાસા હેઠળ રહેલા છ બુટલેગરો પાસેથી ગત તા. ૧૭ મે નાશનિવારે ચેકીંગ દરમિયાન મોબાઇલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેલ સુપ્રીન્ટેન્ડન્ટ કુરેશીએ તમામ સામે ગુનો નોંધાવ્યો હતો. તથા સાત ઇન્સ્ટ%મેન્ટ અને એક સીમકાર્ડ જપ્ત કર્યા હતા.

આ આરોપીઓ આરામથી ફોન ઉપર વાતો કરતા હતા અને ચેકીંગ થતું હોવાનું જાણતા ફોનના ઘા કરી દીધા હતા. માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે મુળ અમદાવાદના બુટલેગર અને પાસા હેઠળ આવેલા સિધ્ધાર્થ ઉર્ફે નરસિંગ, હરેશ મનોજ, કનકસિંહ ઝાલા, ચિરાગ માળી અને વિશાલ મનોજ તથા વલસાડના અનિરૂધ્ધ ઉર્ફે બબલુ સિંગ સામે સીટી-એ ડિવીઝન પો. સ્ટે. માં પ્રીઝનર એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે અને પાંચ મોબાઇલ સીમકાર્ડ સહિ‌તના, બે મોબાઇલ સીમકાર્ડ વગરના અને એક સીમકાર્ડ જપ્ત કર્યા હતા.

સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરબારગઢ ચોકીના પીએસઆઇ રાઓલને સોંપાઇ છે. પરંતુ ત્યારબાદ તા. ૧૮ થી માંડીને તા.૨પ સુધી કંઇ જ ઠોસ કાર્યવાહી થઇ ન હતી. પરંતુ ત્યારબાદ ઓચીંતો જ આ તપાસમાં વેગ આવ્યો છે અને કોર્ટમાંથી જરૂરી પરવાનગી મેળવાઇ છે અને આરોપીઓનો કબ્જો મેળવવાની એક ઓથોરીટીની પરવાનગી બાદ હવે લગત પો.ક.ની પરવાનગી લેવાશે.

પાસા અટકાયતી પગલાં છે ગુનો નથી

તપાસનીસ પીએસઆઇ રાઓલના જણાવ્યા મુજબ પાસા અટકાયતી પગલા છે, ગુનો નથી માટે આ આરોપીઓનો કબ્જો જેલમાંથી મેળવવા માટે કોર્ટ હુકમ સાથે સાથે અમદાવાદ અને વલસાડની પાસા વોરંટની ઓથોરીટી પાસેથી તેની જરૂરી મંજૂરી મેળવવી પડે.

અનેક ફોન થયાનું ખુલશે : કોલ ડિટેઇલનો થપ્પો છે

આ કેદીઓના કુલ સાત ફોનની કોલ ડીટેઇલ લગત કંપનીઓમાંથી કઢાવાઇ છે અને અનેક ફોન થયાનું તેમાંથી ખુલશે. કેમ કે, કોલ ડીટેઇલના પેઇજની પેન ડ્રાઇવમાં લઇ થપ્પો એક પ્રિન્ટ કાઢવામાં આવી છે.