તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- સફાઇ, નાટક, પ્રદર્શન, વૃક્ષારોપણ દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ
યાત્રાધામ દ્વારકામાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સફાઇ, નાટક, પ્રદર્શન, વૃક્ષારોપણ કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જગતર્તીથ દ્વારકામાં વિશ્વની સાથોસાથ પ્રથમવાર વિશ્વભરના હિન્દુઓ સાથે મળીને પર્યાવરણ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમ્યાન વિશ્વભરમાં હિન્દુ સંસ્થાઓ, મંદિરો, આધ્યાત્મિક નેતાઓ અને સમુદાયો મળીને પર્યાવરણની રક્ષા માટે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ભારતમાં સપ્તાહની શરૂઆત વારાણસીથી કરવામાં આવી હતી.
વૃંદાવન, મથુરા, જગન્નાથપુરી, કાશી, દ્વારકા, શિરડી સાંઇબાબાધામ અને દક્ષિણ ભારતના ધાર્મિક સ્થળોમાં સફાઇ, નાટક, રસ્તા પર પ્રદર્શન, વૃક્ષારોપણ કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અભિયાનમાં ઇસ્કોન, ચોપાટી મુંબઇ, બ્રહ્માકુમારીસ (માઉન્ટ આબુ), સાંદીપની આશ્રમ (પોરબંદર), ભકિતવેદાન્ત હોસ્પિટલ (મુંબઇ), ગોવર્ધન ઇકો વીલેજ પણ જોડાયા હતાં.
દ્વારકાના જગતગુરૂ શંકરાચાર્યજી મહારાજના અને તેમના શિષ્ય દંડીસ્વામીજીના આશિર્વાદથી રામકુમાર ચતુર્વેદી તથા જીગ્નેશભાઇ પટેલના સહયોગથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જીગ્નેશભાઇએ જણાવ્યું હતું કે હિંદુ પરંપરા અને માન્યતાઓમાં પર્યાવરણ બાબતમાં કહેવા માટે ઘણું છે, આ સપ્તાહ દરમ્યાન પર્યાવરણનો સંદેશ વધુથી વધુ લોકો સુધી પહોચે અને લોકો પોતાના જીવનમાં પર્યાવરલક્ષી ફેરફારો લાવે અને પર્યાવરણની કાળજી રાખે તે મુખ્ય ઉદેશ રહ્યો હતો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.