તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેડીમાં બેફામ બની ખનીજચોરી, ખેતી પર વધતુ જોખમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખનીજ ઉત્ખન્નથી ક્ષારનું પ્રમાણ વધતા જમીનનું ધોવાણ

જામનગરના બેડી ગામે બેફામ ખનીજચોરીથી જમીન તળાવમાં ફેરવાઇ ગઇ છે અને ગેરકાયદે ખનીજ ઉત્ખન્નથી ક્ષારનું પ્રમાણ વધતા જમીનનું ધોવાણ થતાં ખેતી નાશ પામે તેવી સ્થિતિ સર્જા‍ઇ હોવાની ચોંકાવનારી રજૂઆત કલેકટરને કરવામાં આવી છે.

રજૂઆતમાં તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ

પક્ષના નેતા હારૂન પલેજાએ જણાવ્યું છેકે, બેડી વિસ્તારના રેલવે ટ્રેક પાસેથી બંદર તરફ જતા રસ્તાની વચ્ચે આવેલી જમીનમાંથી કોઇપણ જાતની સરકારી પરવાનગી વગર બે રોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં સરકારી ખરાબા સહિ‌તની જમીનોમાં પ્રથમ ફેન્સીંગ કરી આ વિસ્તારની જમીનો માલિકી હકકની છે તેમ દેખાડી લાખો ટન ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. બેફામ ખનીજ ચોરીને કારણે જયાં ક્રિકેટની ટુર્નામેન્ટો રમાતી તે જમીન પર અત્યારે ચારેક હેકટર જેટલા વિસ્તારમાં ર૦ ફુટથી ઉંડા બની ગયા છે. ઉપરાંત જમીનમાંથી ખનીજ ચોરી કરીને મરીન પેલીસ સ્ટેશનના સામેના ભાગની સર્વે નં. ૭૪ની કોસ્ટલની જમીન પર ૬ થી ૭ ફુટ ભરતી ફરતે ત્રણેક લાખ ફુટ જમીન પર ગેરકાયદેસર દબાણ પણ ઉભુ કરવામાં આવ્યું છે. ખનીજ ચોરીના કારણે થયેલા તળાવમાં દરીયાનું ખારૂં પાણી ભરાવાથી આજુબાજુની ખેતીની જમીનો સંપૂર્ણપણે નાશ પામે છે, આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ એકદમ ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જો તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે માટે તાત્કાલિક પંચરોજકામ કરાવી જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરી છે