તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટેલ સંચાલકને માર મારી બંદૂક લૂંટ કરનાર શખ્સો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આહીર પિતા-પુત્ર સહિત ચાર સામે સામી ફરિયાદ

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે હોટલ સંચાલક પિતા-પુત્ર પર હુમલો કરી બંદૂક લૂંટી નાશી ગયેલા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. બીજી તરફ આરોપી જૂથ દ્વારા પણ આહિર શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીકના સર્કલ પાસે રવિવારે મોડી રાત્રે શિવ લહેરી હોટલના સંચાલક ભાયા વજશી હાથલિયા પર ઢીંચડા ગામના જાફર જુસબ કોટાઇ, આરીફ ઉર્ફે ઉકો ઇસ્માઇલ અને અસલમ અનવર તથા સલમાન અનવર નામના ચાર શખ્સોએ છરી-પાઇપથી હુમલો કર્યો હતો અને લાયસન્સવાળા રિવોલ્વર લૂંટી નાશી ગયા હતાં.

દરમિયાન ઘાયલ ભાયાભાઇએ સારવાર લઇ આરોપીઓ સામે લૂંટ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતાં. બીજી તરફ આ બનાવ અંગે આરીફે વલ્લભ અરશીભાઇ, પરેશ ભાયાભાઇ, હમીર અરજણભાઇ અને ભાયા વજરતભાઇ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.