પેટા ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ: ખંભાળિયા બેઠક પર આહીર ઉમેદવારોનું વર્ચસ્વ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખંભાળિયા વિધાનસભા બેઠક: આ બેઠક ઉપર માત્ર બે જ વખત સતવારા જ્ઞાતિના ઉમેદવારો વિજેતા બન્યા

જામનગર: જાખંભાળિયા વિધાનસભા બેઠક આહીર સમાજનું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર આહીર ઉમેદવાર તો ચૂંટાય છે. સાથે સાથે છેલ્લી બે ટર્મથી ભાજપના આહીર ઉમેદવારને જ લીડ મળે છે. એપ્રિલ -૨૦૧૪માં ભાજપના ઉમેદવાર ૧૮,૯૦૦ મતની લીડથી વિજેતા બન્યા હતા, જ્યારે ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રતિસ્પર્ધીઓ આહીર જ્ઞાતિના જ હતા. તેમાં પણ ભાજપને ૩૯ હજાર મતની લીડ મળી હતી. આ બેઠક પર માત્ર બે જ વખત સતવારા ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ બેઠક ઉપર ૪૬ હજારથી વધુ આહીર અને ૩૦-૩૦ હજાર મતદારો સતવારા અને મુસ્લિમ સમાજના છે.

આથી આહીર સમાજનો જુવાળ જે તરફ રહે તે ઉમેદવારનું પલડું ભારે રહે છે તેમાંય આહીર ઉમેદવાર ભાજપના હોય ત્યારે છેલ્લી બે ટર્મની જેમ આ વખતે પણ લોક જુવાળ સત્તાધારી પક્ષનો જોવા મળે તેવી શક્યતા છે. ખાસ કરીને પ્રચાર પ્રસાર અને બૂથ સમિતિ સહિ‌તની કામગીરી ભાજપની આગવી ઢબ ખંભાળિયામાં પણ ચાલુ છે. તેની સામે કોંગ્રેસનો પ્રચાર છેક મૂળ સુધી પહોંચી શક્યો નથી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સભા પછી ભાજપના ચૂંટણી પ્રચારમાં વધુ વેગ આવ્યો છે. ત્યારે હવે ટુંક સમયમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા પણ સભા સંબોધવા આવી રહ્યા હોય કોંગ્રેસ કામે લાગી ગઇ છે.

પ્રચાર | ભાજપ દ્વારા બુથલેવલ સુધીનો પ્રચાર પુરજોશમાં શરૂ કરી દેવાયો છે
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો

ભાજપના મુળુભાઇ હરદાસભાઇ બેરા અને કોંગ્રેસ તરફથી મેરામણભાઇ મારખીભાઇ ગોરિયા ચૂંટણી લડી રહ્યા છે.

બેઠક કેમ ખાલી થઇ

આ બેઠક પર પૂનમબેન માડમ સંસદસભ્ય તરીકે ચૂંટાતા બેઠક ખાલી થઇ છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...