દ્વારકા જિલ્લામાં પાંચ જળાશયો ઓવરફલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હાલારના ડેમની કંગાળ હાલત 3 ભરાયા
- હળવા વરસાદથી નીર વધું આવતા નથી

જામનગર: છેલ્લા ત્રણ દિવસના વરસાદી માહોલમાં ભાણવડ, લાલપુર અને ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં થયેલા મધ્યમ વરસાદથી પણ જળાશયોમાં ઠીક-ઠીક પાણીની આવક થઇ છે. જેમાં દ્વારકા જિલ્લાના પાંચ જળાશયો ઓવરફલો થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-૧, સોનમતી, વેરાડી-૨, વર્તુ-૨, વેરાડી-૧ ડેમ ઓવરફલો થઇ ગયા છે. જયારે ઘી ડેમ પણ માત્ર અડધા ફૂટ પાણી ભરાય એટલે ઓવરફલો થાય તેની તૈયારીમાં છે.

ઉપરાંત સિંહણ અને સાની ડેમ અડધા ભરાયા છે. પરંતુ જામનગર જિલ્લાના જળાશયોની સ્થિતિ સારી નથી. કેમ કે, ઠીક-ઠીક કહી શકાય તેવા ૪૦ થી ૬૦ ટકા જથ્થાવાળા જ વધુ છે. માત્ર ફુલઝર-૨, સોરઠી અને ઉમીયાસાગર ૩ જ ડેમ છલકાયા છે અને ઉંડ-૧, પન્ના, રણજીતસાગર જેવા મોટા ડેમ ખાલી છે.