જામનગરમાં મકાનમાં ગેસ લિકેજ થતાં લાગી આગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બેડેશ્વર વિસ્તારમાં મજૂર પરિવારની ઘરવખરી ખાક

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ લીકેજના કારણે રહેણાંક મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી ખાક થઇ જવા પામી છે. જો કે, આ બનાવમાં કોઇને ઇજા થવા પામી ન હતી.

જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલા સંજય ઓઇલ મીલ નજીક રહેતાં ભરતભાઇ હરજીભાઇ પરમારના રહેણાંક મકાનમાં આજે સવારે સાડા સાત વાગ્યે ગેસ સીલીન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. લીકેજ થતાં જ ભરતભાઇનો પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો. આ બનાવના પગલે દોડધામ મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતાં જ મહાપાલિકાનો ફાયર સ્ટાફ એક ફાયર ટેન્ડર સાથે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જો કે, ફાયરની કામગીરી પૂર્વે આગની ઝપટે ચડેલી મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી.