સરમતના ખેડૂતની પ્રગતિશીલ સુઝબુઝ, ખેડુતો માટે ચિંધી નવી રાહ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પથરાળ જમીન હોવા છતાં દરેક પાક લેવામાં સફળતા

જામનગર તાલુકાના સરમત ગામનાં એક ખેડૂતે પોતાની આગવી સુઝબુઝ અને વિવિધ યોજનાઓનો લાભ લઇને પોતાના ખેતરને પ્રયોગશાળામાં ફેરવી નાંખી છે. પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મેળવી ચૂકેલા આ ખેડૂતે પાણીનાં કરકસરભર્યા ઉપયોગથી જિલ્લાના ખેડૂતોને એક નવો જ રાહ ચિંધ્યો છે.

બહાદુરભાઇની ખેતર એક પ્રયોગશાળા છે. પથરાળ જમીન હોવા છતાં બહાદુરભાઇ ૪૦ હેકટર જમીનમાં બદામ, બોર, શાકભાજી (રિંગણા, ડુંગળી, કોથમરી), મગફળી, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહયા છે. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ ખેતી કામ વિશેની વ્યવહારૂ તાલીમ લેવા અલીબાપાની વાડીમાં શિબિર કરે છે. અલીબાપાની વાડીમાં બોરના ઝાડનું વેચાણ નથી થતું. સીઝનના તમામ બોરનું વિતરણ વિદ્યાર્થીઓ સહિતના લોકોને વિનામુલ્યે થાય છે.

તેઓની વાડીમાં નાળિયેર, બદામના ઝાડ પણ આવેલા છે. બહાદુરભાઇને આધુનિક ખેતી માટે ૧૮ પ્રકારના ફળાઉ ઝાડ, જળ સંપાદન માટે રાજ્ય સરકારનાં અનેક એવોર્ડથી મળી ચૂક્યા છે. મરચાના ઉત્પાદન માટે પણ તેઓને એવોર્ડ મળી ચૂકયો છે. ખેતીનું પાણી ખેતીમાં જ રહેવું જોઇએ તેવા અભિગમ સાથે બહાદુરભાઇ ખેતી કરી રહયા છે. તેઓ કહે છે કે, ખેડૂતોમાં શિક્ષણ અને આધુનિક ખેતી તરફના અભિગમના અભાવે તેઓ આગળ નથી વધી શકતા.