• Gujarati News
  • Electric Wire In Bad Condition In Jamnagar Latest News

વીજવાયર-પોલ ઉપર ઝળુંબતી આફત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વીજવાયર-પોલ ઉપર ઝળુંબતી આફત
- ચોમાસું માથે ગાજે છે ત્યારે...
- બાદમાં એ આફત લોકો ઉપર ત્રાટકશે તેવી દહેશત

જામનગર શહેરના મુખ્યમાર્ગો ઉપર વીજવાયર અને વીજપોલ ઉપર લચી પડેલા વૃક્ષોની ડાળીઓ રૂપી આફત ઝળુંબે છે. બાદમાં ચોમાસામાં જયારે પવન સાથે વરસાદ દેવા મંડશે ત્યારે એ આફત ત્યાં રહેતા કે પસાર થતાં લોકો ઉપર ત્રાટકશે, જો કે આ અંગે જાણ થતાં વીજ વિભાગ સફાળુ જાગ્યુ છે અને હેવી લોડ જેવા વૃક્ષોની ડાળીઓના કટીંગ, પ્રિ-મોન્સુન અંતર્ગત ઝડપથી હાથ ધરવા મીટીંગમાં સૂચનાઓ અપાઇ છે. ચોમાસા પહેલા રાબેતા મુજબ સુધરાઇ, વીજવિભાગ, સિંચાઇ, માર્ગ મકાન, આપતિ નિયમ, પાણી પુરવઠા સહિ‌ત અનેક વિભાગોની એક રૂટીન કામગીરી હોય છે- પ્રિ-મોન્સુનની, જો કે આ અંગે ખાસ્સા સમયથી મીટીંગ થઇ ગઇ હોવા છતાં કામગીરી ગોકળગાળની ગતિએ ચાલતી હોય છે તેવી સ્થિતિ વીજવિભાગની પણ જોવા મળે છે.

પીજીવીસીએલના જામનગરના અધિક્ષક ઇજનેરએ જણાવ્યું છે કે, પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ છે અને તેમાં ટ્રીકટીંગ પણ દેખીતી રીતે પૂરજોશમાં ચાલુ છે. પરંતુ વાસ્તવીકતા એ છે કે, મોટી સંખ્યામાં વીજલાઇનો ઉપર લચી પડેલા વૃક્ષો નજરે ચઢે છે તેવા અનેક મુખ્ય વિસ્તારો છે. જયાં સામાન્ય રીતે ભારે પવનથી પણ વાયરોમાં વૃક્ષો અથડાતા અનેક વખત વીજ વિક્ષેપ સર્જા‍ય છે. જો આ અતિ ગીચતાવાળા વિસ્તારોમાં કામગીરીને અગ્રતાક્રમ ન અપાયો હોય તો બીજે કયાં અપાયો હશે ? તેવો પ્રશ્ન જાણકારોમાં થયો છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...