મતદાન માટે જાગૃતિ સાંકળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લાલબંગલા અને ટાઉનહોલ જેવા ધમધમતા વિસ્તારોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા

લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં અવશ્ય મતદાન થાય તે જરૂરી છે માટે ચૂંટણી પંચના આદેશ અનુસાર દેશભરમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમો યોજાય છે તેવી રીતે જામનગરમાં પણ જાગૃતિ સાંકળ યોજાઇ હતી. લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૪ અન્યવે મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ સાતરસ્તાથી લાલબંગલા, ટાઉનહોલ સુધી મતદાન જાગૃતિ અંગે માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટીસંખ્યામાં મહિ‌લા, બહેનો તેમજ ભાઇઓ, યુવાનો રેલી સ્વરૂપે આવીને માનવ સાંકળની રચના કરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી નલીન ઉપાધ્યાય, સ્વીપના નોડલ ઓફીસર, જાડાના અશોક કાલરીયા વગેરે ઉપસ્થિત રહયા હતાં. માહિ‌તી નિયામક જી.બી. પંડયાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં ચૂંટણી ઓબ્ઝર્‍વર હાજર રહયા ન હતા. પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારી નલીન ઉપાધ્યાય તેમજ સ્વીપ નોડલ ઓફીસર અશોક કાલરીયા હાજર રહયા હતાં તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર શહેર-જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....