• Gujarati News
  • Young Man Attack On Doctor At Jamnagar, Doctors Are On Strike

જામનગર: ડોક્ટરને છરી મારવાનો પ્રયાસ, ડોકટરો ઉતર્યા હડતાલ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: હોસ્પિટલના ડોકટરો હડતાલ પર ઉતરી ગયા હતા)
- જામનગરની હોસ્પિટલમાં ડોક્ટર પર છરી વડે હુમલો, તબીબોની હડતાળ
- તબીબ પર હુમલો કરનારાને તાકીદે પકડી કાયદાનું ભાન કરાવવા માંગ

જામનગર: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત યુવાન સાથે આવેલા તેના મિત્ર દ્વારા ડોક્ટરની ધીમી કામગીરીથી બોલાચાલી થઇ જતાં ડોક્ટર પર છરી વડે હુમલો કર્યો હતો. જેના પગલે ગુરુવારે મોડીરાત્રિથી ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. જી.જી.હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં ગુરુવારે રાત્રે ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ જેમલાણીનું એક્સિડન્ટ થઇ જતાં 108 મારફત ખસેડવામાં આવ્યા હતા તેમના પરિવારજનો સાથે તેમના મિત્રો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત ઇમરાનને બાટલો ચડાવવાનું કહ્યા પછી ડોક્ટર અન્ય દર્દીની સારવારમાં જોડાયા ગયા હતા તે દરમિયાન ડોક્ટરની ધીમી કામગીરીથી ઉશ્કેરાયેલા ઇમરાનના બે મિત્રોએ પ્રથમ તો ડોક્ટર જોડે બોલાચાલી કરી બાદમાં ડોક્ટર પર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવથી તંગદિલી છવાઇ ગઇ હતી અને બધા દર્દીઓની સારવાર પડતી મૂકી ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

10 સિક્યુરિટી ગાર્ડની હાજરી

ટ્રોમા સેન્ટરમાં બનેલા આ બનાવ વખતે 10 સિક્યુરિટી ગાર્ડ હાજર હતા છતાં પણ આ બન્ને શખ્સો કારસ્તાન આચરી નાસી છૂટ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ હોસ્પિટલ બહાર હડતાલ પર ઉતરી ગયેલા ડોક્ટરોની તસવીરો...
(તમામ તસવીરો: હિરેન હીરપરા, જામનગર)