જામનગર:વિકાસની આડે આવતા નડતર દૂર કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો:દેવભૂિમ દ્વારકા જિલ્લાની ચિંતન શિબિરમાં ઉચ્ચ અિધકારીઓ અને પદાિધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા)
-વેગવંતા વિકાસ માટે કટીબધ્ધતા| દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની બે િદવસની ચિંતન શિબિરમાં અિધકારીઓનો સંકલ્પ
-અધિકારીઓના જુદા-જુદા ગ્રૂપ બનાવવામાં આવ્યા અને વહીવટી સરળીકરણ માટેની દરેક ગ્રૂપ દ્વારા મુક્ત મને ચર્ચાઓ કરવામાં આવી

ખંભાિળયા:દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની બે દિવસીય ચિંતન શિબિરનો વાડીનારના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સ્થિત સાંકેત સદન ખાતે જિલ્લા કલેક્ટર એસ. કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રારંભ થયો હતો. તા. 29 અને 30 ડિસેમ્બર-14ના બે દિવસની યોજાયેલી આ ચિંતન શિબિરના પ્રથમ દિને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ ગુડ ગવર્નન્સ થકી રાજ્યના વહીવટને ગતિ આપવા ચિંતન શિબિરો થકી જે પ્રયાસો કર્યા હતા, તેના પરિણામે રાજ્યના વિકાસને નવી દિશા પ્રાપ્ત થઇ છે અને ગુજરાતના વિકાસ મોડેલને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. આમ, આવી ચિંતન શિબિરોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસી વિકાસમાં નડતરરૂપ મુશ્કેલીઓનું સારી રીતે નિરાકરણ લાવી શકે છે.

સરદાર સરોવર સહભાગી સિંચાઇ યોજના સૌરાષ્ટ્ર-કચ્છના કાર્યન્વયન સમિતિના ચેરમેન મેઘજીભાઇ કણઝારિયાએ લોક વિકાસ કામોમાં તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપી અને સરળ રીતે ઉકેલ લાવવાના પ્રયાસ અને તેના માટેનું મનોમંથન કરવાની આવી શિબિરો ઉત્તમ તક પૂરી પાડે છે તેમ તેમણે જણાવ્યું હતું.કલેક્ટર વધુમાં જણાવ્યું હતું કે સરકારે લોક વિકાસ કામોને વેગ આપવા સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલીમો અને આવી શિબિરોના આયોજનની વ્યવસ્થા કરી છે ત્યારે હકારાત્મક અભિગમ અપનાવી નાગરિકોના કામો વધુ સારી રીતે અને ઝડપી થાય તેવા પ્રયાસો કરીએ તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખીમભાઇ ભોચિયાએ રાશનકાર્ડના કામમાં સરળતા ઊભી થાય તે માટે પણ સામુહિક ચિંતન કરવા પર ભાર મૂક્યો હતો.

ચિંતન શિબિરના પ્રથમ દિને અધિકારીઓના ગ્રૂપ બનાવી ઇન્ડોર તથા આઉટડોર રમતો રમાડવામાં આવી હતી અને મુક્ત વાતાવરણમાં વિકાસને આવરી ચર્ચાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર ડી. કે. પારેખે મહેમાનોને આવકારી શિબિરનો હેતુ સમજાવી તેની વિસ્તૃત રૂપરેખા આપી હતી. જ્યારે અંતમાં આભારદર્શન કર્યું હતું. શિબિરમાં ખીમભાઇ જોગલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સૈયદ, નાયબ કલેક્ટર ગામીત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આેઝાત તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જુદી-જુદી જવાબદારીઓ અંગે સરળતાપૂર્વક સ્વીકાર કરીને આયોજન કર્યું હતું.
આગળ વાંચો સોનેરી અવસર છે-કલેકટર....