ભાણવડ નજીક ચાલુ કારે એટેક આવતાં ચાલકનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક પોલીસ કર્મચારીનું પણ પેરાલિસીસથી મૃત્યુ
ભાણવડ પંથકમાં ચાલુ કાર દરમિયાન ચાલક પ્રૌઢને હાર્ટએટેક આવતાં તેમનું મૃત્યુ નિપજયુ હતુ. જયારે ટ્રાફિક શાખાના જમાદારનું પણ પેરાલીસીસના એટેકથી મૃત્યુ નિપજયુ છે.
ભાણવડ પંથકના રોજીવાડા-ગુંદા ગામ વચ્ચે ૩૮૬ નંબરની કારના ચાલક પરેશભાઇ પ્રફુલ્લભાઇ પરમાર (ઉ.વ.૩પ)ને ચાલુ કારે હાર્ટએટેક આવતા તેમનું કારમાં જ મૃત્યુ નિપજયુ હતું. ભાણવડમાં મોચી શેરીમાં રહેતો અને નોકરી કરતો યુવાન મંગળવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના વતન ગુંદા ગામે પરિવારજનો પાસે જઇ રહયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાણવડ પીએસઆઇ પરમાર સ્ટાફના રાજનભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. જયાં બંધ કારનો દરવાજો ખોલતા મૃતક યુવાનના બન્ને હાથ સ્ટીયરીંગ સાથે જોડાયેલા હોવાનું
જણાયું હતું.
શરીર પર અન્ય કોઇ ઇજાના નિશાન નહીં મળતા પોલીસે એટેકની સંભાવના સાથે સ્થાનિક હોસ્પિટલમાં પી.એમ. કરાવ્યુ હતું. જેમાં પણ મૃત્યુનું કારણ હાર્ટએટેક આવ્યું હતું. જયારે ભાણવડના ત્રણ પાટિયા નજીક બોરવેલમાં કામ કરતાં પુરણકુમાર (રે.રાજસ્થાન)નું હૃદયરોગથી મૃત્યુ થયું છે. જયારે જામનગરમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઇ ગંભીરસિંહ જાડેજાને પણ પેરાલીસીસનો એટેક આવતા તેમનું મૃત્યુ નિપજયુ હતું.