• Gujarati News
  • Diio Of The Four Assistant Education. Inspector Change

ડીઇઓ કચેરીના ચાર મદદનીશ એજ્યુ. ઇન્સપેક્ટરની બદલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિક્ષણ વિભાગના પરિપત્રની અવગણનાની ચર્ચા

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ચાર મદદનીશ એજ્યુકેશન ઇન્સપેક્ટરોની મુદત પૂર્ણ થતાં બદલી કરવામાં આવી છે. આ બદલી શિક્ષણ વિભાગના પરિપત્રની અવગણના કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મદદનીશ એજ્યુ. ઇન્સપેક્ટરની બદલી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પાંચ વર્ષ પુરા થવા બદલ કચેરીના ચાર મદદનશિ શિક્ષણ નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે. ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર, ભગુ શિક્ષણ સંકુલ એકના લાઝન તથા મ.શિ.નિ. એન.કે. મોદીને સજુબા ગર્લ્સ સ્કૂલમાં મુકાયા છે.

જ્યારે ધ્રોલ, જોડિયા, કાલાવડના લાયઝન તથા મ.શિ. નિરિક્ષક એન.એમ.નંદાસણા સજુબા હાઇસ્કૂલ ખાતે ભાણવડ, લાલપુર અને જામજોધપુરના લાયઝન જે.ટી.ઉપાધ્યાયને હરધ્રોલ હાઇસ્કૂલ ધ્રોલ તથા જિ. શિ. કચેરીમાં શારીરિક શિક્ષણના મ.શિ.નિ. કે.જી.દેસાઇને સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં મુકાયા છે.

પરંતુ બીજી બાજુ જે સ્થળ પરથી નવા એડીઆઇ આવ્યા હોય તે સ્થળ પર જેમની બદલી કરવામાં આવી છે તે એડીઆઇને મુકવાનો શિક્ષણ વિભાગનો નિયમ છે. પરંતુ અહી આ નિયમની અવગણના કરી ત્રણ એડીઆઇને શહેરમાં અને એકને ધ્રોલ મુકવામાં આવ્યા છે.