હાલારના 50 ગામ અધિકારીઓએ દત્તક લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચિંતન : હાલારમાં યોજનાઓ પૂરી થઇ હોય તેવા આદર્શ ગામોનો અભાવ છે
- ગ્રામ્યકક્ષાની સુવિધા, યોજના, પ્રશ્નો અંગે નિરંતર સમીક્ષા કરાશે

જામનગર: જામનગર જિલ્લાના જુદા-જુદા ગામોમાંથી પ૦ મોટા ગામડાઓ અધિકારીઓને દતક અપાયા છે જેઓ આ ગામની તમામ સુવિધાઓ, અસુવિધાઓ, યોજનાઓ, પ્રશ્નો અને કાર્યવાહીઓ અંગત રીતે જોઇને જરૂરી તમામ કાર્યવાહીઓ કરશે તાજેતરની ચિંતન બેઠકની આ ફલશ્રુતિ ગણવામાં આવે છે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગત તા. ૪-પના યોજાયેલ જામનગર જિલ્લા કક્ષાની ચિંતન શીબીરમાં પ્રજાલક્ષી અભિગમ, કામગીરીમાં સંકલન અને યોજનાઓના મહતમ લાભ લોકો લે તે પ્રકારે દરેક સરકારી વિભાગો કામ કરે તેના આગ્રહની સાથે સાથે વન ઓફિસર વન વિલેજ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ શિબીરમાં કલેકટરએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં સરકારી યોજનાઓ પુરી થયેલ હોય તેવા ગામો આદર્શ ગામોનો અભાવ છે. આગામી દિવસોમાં વન ઓફિસર વન વિલેજ યોજના દ્વારા પ૦૦૦થી વધુ વસ્તીવાળા ગામોમાંથી એક અધિકારીને એક ગામ દતક આપી ગામડાના વિકાસના કામો, ખાસ કરીને શિક્ષણ, આંગણવાડી, બાળકોમાં કૃપોષણ, રસ્તાઓ, વિજળી જેવા વિકાસના કામોમાં રહેતી ક્ષતિઓ શોધી ગામડાના પ્રશ્નોનો ઉકેલ કરવાનો છે આ ચિંતન શિબીરમાં આ યોજનાનો સમાવેશ હોય અધિકારીઓએ તેમના મંતવ્યો રજુ કરવા જણાવ્યું હતું. અગાઉના તેમના ચિંતન શિબીરમાં અનુભવ મુજબ સનદી અધિકારીઓને ગુજરાતની કઇ-કઇ બાબતો નબળી છે તેમના સુચનો પણ માંગવામાં આવ્યા હતાં.

તાલુકા કક્ષાએ પણ આગળ ધપવું છે

જિલ્લા કક્ષાએથી આ કાર્યવાહી કર્યા બાદ હવે દરેક તાલુકા કક્ષાએ આ મુજબ મામલતદારે, નાયબ મામલતદારો અને વર્ગ-૩ના કર્મચારીઓને નાના ગામડાઓનો તક લે અને ધીમે ધીમે દરેક ગામોનાને એક અધિકારીને દતર લીધું હોય તે ગોઠવાય જાય તેવી અમારી નેમ છે તેમ જિલ્લા કલેકટર નલીન ઉપાધ્યાયએ જણાવ્યું હતું.