ગ્રાહકોને ૧૪ બાબતો જાણવાનો હક છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ની જોગવાઇઓ મુજબ
- વાજબી નફો લઇને જ વસ્તુ બજારમાં વેચી શકાય, નહીં તો કાયદાનો ભંગ ગણાય છે

જામનગર: ગ્રાહક બજારમાંથી કોઇપણ ચીજવસ્તુ ખરીદે અથવા કોઇપણ પ્રવાસ માટે વાહન ઉપયોગ કરે કે કોઇપણની સલાહ-સેવા ફી ચૂકવીને લે ત્યારે તેમજ કોઇ તૈયાર પ્રોડકટસ ખરીદે ત્યારે મટીરીયલ્સથી માંડી મુખ્ય ૧૪ બાબતો જાણવાનો તેને અધિકાર છે. તેમજ જિલ્લા ગ્રાહક પ્રવૃતિ કચેરી દ્વારા જાણવા મળ્યું છે. કેમ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ વેચાતી વસ્તુ જે પૈસા આપીને ખરીદે છે તે ગ્રાહક છે. માટે તેને તે વસ્તુ વિશે જ જાણવાનો, નબળુ હોય તે વળતર અને વગેરે અધિકાર છે. જામનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક પ્રવૃતિની બાબતોની કચેરીના અધિકારી ભરતભાઇ ધોરેચાના જણાવ્યા મુજબ ગ્રાહક વેચાણમાં મુકાયેલી કોઇપણ ચીજવસ્તુ માલ સામાન તથા ઉત્પાદક કે મીલર્સ કે પેકર્સ કે વેપારી દ્વારા કોઇ ભાવવધારો કરે ત્યારે પણ બે વસ્તુ કે સેવા માટે શું ખર્ચ થયો.

જેમ કે મટીરીયલ્સથી માંડી અન્ય ખર્ચા વગેરે જાણવાનો અધિકાર ધરાવે છે. એટલું જ નહીં આ મહત્વની વિગતો વેપારી, ઉત્પાદક કે ડીલરે જાહેર કરવા પણ ફરજિયાત છે. માટે ગ્રાહકને ખ્યાલ આવે કે પડતર શું છે અને તેના ઉપર નફો કેટલો લેવાય છે. સામાન્ય રીતે ૧૦ થી ૨૦ ટકા જેટલો વધુમાં વધુ નફો લેવાય તે વ્યાજબી ગણાય છે તેમ ગ્રાહક મંડળીનું તારણ છે. આ માટે સરકારનો કાયદા અનુસારતો તા. ૧પ-૦૧-૦૭નો ઠરાવ અમલમાં છે.

સરકારે જુદા-જુદા વિભાગોને અમલ માટે સૂચના આપી છે

ગ્રાહકો વસ્તુ લેવામાં અને તેના ભાવમાં છેતરાય નહીં માટે સરકારે વખતો વખત ગ્રાહક સુરક્ષાના ઠરાવ કરીને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, તોલમાપ, જિલ્લા પુરવઠા, તાલુકા મામલતદારો, ગ્રાહક સુરક્ષા મંડળો વગેરેને પહોંચાડવા જિલ્લા કલેકટરોને જણાવાતુ હોય છે. તેઓ લગત વિભાગને મોકલી પણ દે છે.

તોલમાપ કચેરી પણ નોટિસ આપે છે

ગ્રાહકને અન્યાય થયો હોય તેવું લાગે તો તોલમાપ એટલે કે જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક પ્રવૃતિની બાબતોની કચેરીમાં અરજી કરવાથી તે અરજીના તથ્યો ના આધારે વેપારીને નોટીસ ફટકારાય છે તથા આગળની કાર્યવાહી થાય છે કેસ પણ બને છે.

ફોરમમાં ગ્રાહકલક્ષી ચુકાદા

ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકલક્ષી ચૂકાદાઓ અપાતા રહયા છે. જેમાં વેપારીએ વસ્તુ બદલી આપવ પડતી હોય, વસ્તુની કિંમત પરત આપવી પડતી હોય, સુવિધા ઓછી હોય તો વધારી દેવી પડતી હોય બીન જરૂરી વધુ નાણા લીધા હોય, તો આધાર રજૂ કરવા પડતા હોય વગેરે માટે ફરજ પડતી રહે છે.

જાહેર કરવાની બાબતો

મટીરીયલ્સ, મટીરીયલ્સનો જથ્થો, હેન્ડલીંગ ચાર્જ, લેબર ચાર્જ, ઇલેકટ્રીક ખર્ચ, પરિવહન ખર્ચ, સ્થાનિક વેરો, અન્ય વેરો-ટેકસ, તાંત્રીક કામગીરી ફી, રોકાણ ઉપરનું વ્યાજ, પડતર કિંમત, નફાનો ગાળો અને વેચાણ કિંમત દા. ત. ફરસાણ છે તે વેંચાય અને તેમાં શું-શું નાખ્યુ છે તે કેટલામાં પડયું, કેટલી મજુરી લાગી નફો કેટલો ગણ્યો વગેરે જાહેર કરવાનું હોય છે.