તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: મનપાના કાર્યક્રમોમાં કોંગ્રેસીઓને મહત્ત્વ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- પરિવર્તન ; રાજ્યભરમાં અમુક કોંગ્રેસીઓ ભાજપમાં ભળી રહ્યા છે ત્યારે
-
જિલ્લાભરના રાજકીય આલમમાં વહેતી થયેલી અનેક અટકળો કે આનું કારણ શું ?

જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસોથી યોજાતા સમારંભો વખતે વિરોધપક્ષ કે કોંગ્રેસના નેતાઓ કે ચૂંટાયેલા પ્રજા પ્રતિનિધિઓ કે પદાધિકારીઓને સ્થાન અપાતા ન હોવાની વારંવાર નોંધ લેવાતી રહી છે. એટલું જ નહીં, આ બાબતે રજૂઆતો પણ થતી તેમજ આ માટે જિલ્લા કલેકટર અને કમિશ્નર સમક્ષ તથા રાજય સરકારમાં પણ ફરિયાદ થતી છતાં ખાસ કંઇ નોંધ જે તે વખતે લેવાઇ ન હતી. ઉપરથી સરકારમાંથી એવો જવાબ મળેલો કે સરકારી કાર્યક્રમોના કાર્ડમાં આવો કોઇ પ્રોટોકોલ જાળવવા માર્ગદર્શિ‌કા અમલમાં નથી. ત્યારે જાહેર કાર્યક્રમોમાં લોકો નોંધ લઇ શકે તે રીતે બે મહિ‌ના પહેલા ખેલકુંભના કાર્યક્રમ વખતે સંસદ સભ્ય વિક્રમભાઇ માડમને આમંત્રીત કરાયા હતા. તેઓ થોડવાર ઉપસ્થિત રહયા હતાં અને આ તકે રાજયમંત્રી પ્રો. વસુબેનના હસ્તે મશાલનું ઉદ્દઘાટન થયું હતું.

નવેમ્બર માસમાં યોજાયેલા આ કાર્યક્રમોના આયોજકો મહાપાલિકા, કલેકટર અને રમત-ગમત વિભાગ હતા તથા અતિથી તરીકે ધારાસભ્યો રાઘવજીભાઇ તથા ધર્મેન્દ્રસિંહના નામ હતા. તેવી જ રીતે તાજેતરના મુખ્યમંત્રી ગૃહ યોજનાના મંત્રી બાબુભાઇ બોખીરિયા હસ્તેના ખાતમુર્હુતમાં સાંસદ માડમ તથા ધારાસભ્ય હકુભાના નામ અતિથિ વિશેષમાં કાર્ડમાં છપાયા હતાં. તો વળી સસોઇ ડેમ આધારીત યોજનાનું ખાતમુર્હર્‍ુત પણ તા.૨૭ના છે. તેમાં અતિથિ વિશેષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું નામ કાર્ડમાં છપાયુ છે. તો વળી, રેલ્વે ઓવરબ્રિજ એપ્રોચીસના કામનું ખાતમુર્હુત મંત્રી વસુબેન કરવાના છે. તેના કાર્ડમાં પણ અતિથિ વિશેષ તરીકે સાંસદ માડમનું નામ છપાયું છે. જો કે, મોટાભાગે સાંસદ અને ધારાસભ્ય તેઓના અન્ય કામકાજમાં કે વિધાનસભા કે સંસદભવનના કામમાં વ્યસ્ત હોય તો આવા કાર્યક્રમોમાં દર વખતે ઉપસ્થિત રહી શકતા નથી. અથવા તો થોડો વખત હાજરી આપી જાય છે.

ત્યારે તેઓ પ્રજા પ્રતિનિધિ હોઇ તેમના વિસ્તારના કામો-યોજનાઓ વખતે તેમને એક વણલખ્યા નિયમ મુજબ આમંત્રીત કરવા જોઇએ. પરંતુ વિશ્લેષકો આ બાબતને અલગ રીતે મુલવે છે કે, અગાઉ આમંત્રણ કાર્ડમાં નામ માટે ઉગ્ર રજૂઆત જિલ્લા અને રાજય સ્તરે કરવી પડતી હતી. હવે સહજ રીતે નામ પ્રસિધ્ધ થાય છે. તે માટે અટકળો વહેતી થઇ છે. કે આનું કારણ શું હશે ? કેમ કે સાંસદ માડમનો બે ટર્મથી સાંસદ છે. હકુભા પણ ડીસેમ્બર-૨૦૧૨થી ધારાસભ્ય છે અને તેઓને બન્નેને અગાઉ દરેક કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં સ્થાન આપાયું નથી. જેમ કે, મનપા દ્વારા ગત ઓકટોબરમાં ગરબા સ્પર્ધા યોજાઇ હતી. તેના આમંત્રણ કાર્ડમાં કોંગ્રેસી ધારાસભ્ય અને સંસદ સભ્યના નામોનો સમાવેશ ન હતો, તો તાજેતરની અમૃતમ મા' ના કાર્ડ આપવાના મનપાના કાર્યક્રમના કાર્ડમાં માત્ર મનપાના વિપક્ષના નેતા અલતાફ ખફીનું જ નામ હતું. પરંતુ હકુભા કે વિક્રમ માડમનું નામ ન હતું.દેખીતું છે કે, ૨૭૨ પ્લસના ટાર્ગેટ સાથે ચાલતી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીના સબળ નેતાઓને એક યા બીજી રીતે કેસરિયા કરવા પ્રેરિત કરવાના તમામ પ્રયાસો કરે છે.

સીધીવાત
હસમુખ હિંડોચા પ્રમુખ જામનગર શહેર-ભાજપ


અગાઉ કાર્યક્રમોમાં કોંગ્રેસના સાંસદ -ધારાસભ્યોના નામ કેમ ધ્યાને ન લેવાતાં.... ?
હા, મારા ધ્યાનમાં હતું, આવતા ન હતાં પરંતુ કારણ ખબર ન હતું.
તો હવે શું કામ લખાય છે ?
મહાપાલિકાના પદાધિકારીઓ અને હોદેદારોએ નિર્ણય કર્યો કે વિવિધ ગ્રાન્ટો છે તો ચૂંટાયેલા લગત પ્રજા પ્રતિનિધિના નામ મૂકીએ અને એ સારૂ કર્યુ.
શું લોકસભાના સંદર્ભમાં આહવાન ગણાય ?
ના, ના એવું કંઇ જ નથી. રાજકીય ગણિત ન મૂકો પ્લીઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો