દ્વારકા જિલ્લામાં એક મહિ‌નાની આચારસંહિ‌તા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચૂંટણી અધિકારીની મીટીંગની તસવીર)

-ઇલેક્શન ; ખંભાળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાતના પગલે...
-
મતદાન મથકો સહિ‌તની વિગતો જાહેર કરવામાં આવી : જરૂરી જાહેરનામા થયા : ઇવીએમ આવી ગયા

ખંભાળિયા: આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે સાંજે જિલ્લા કલેકટર એસ.કે. પંડયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અધિક નિવાસી કલેકટર ડી.કે. પારેખ, ડે. કલેકટર તથા ચૂંટણી અધિકારી એચ.આર. કેલૈયા, ડીવાયએસપી જી.એમ. પટેલ, નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. ઓઝાત, ડે. કલે. એ.જે. ગામીત વગેરે ઉપસ્થિત રહયા હતા. જેમાં દ્વારકા જિલ્લામાં એક મહીનાની આચાર સંહિ‌તા અમલમાં રહેશે તે ઉપરાંત જરૂરી જાહેરનામાઓ અને મતદાર યાદીની તથા સમગ્ર કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર પંડયા તથા એડી. કલેકટર પારેખે વિગતો આપતા જણાવ્યુ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાણવડના મત વિસ્તારોની ખંભાળિયા ધારાસભાની ચૂંટણી યોજાઇ છે. પરંતુ આચારસંહિ‌તા સમગ્ર જિલ્લામાં લાગુ પડશે. અને તા. ૧૬-૮ થી ૧૬-૯ પરિણામ સુધી રહેશે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ અન્ય બે તાલુકાઓમાં જયાં ચૂંટણી નથી ત્યાં વિકાસ કાર્યોમાં કેટલીક છુટછાટ આપવામાં આવશે. તા. ૨૭-૮ સુધી ફોર્મ લેવાનું ચાલુ રહેશે.
ખંભાળિયા વિધાનસભાની તા.૧-૧-૧૪ની સ્થિતિની મતદાર યાદી મુજબ મતદાન થશે. કુલ ૨૮૮ મતદાન મથક છે. જેમાં ૧૨૬૭૪૩ પુરૂષો તથા ૧૧પ૭૩૩ સ્ત્રીઓ અને ૮ અન્ય મળી ૨૪૨૪૮૪ કુલ મતદારો છે. તથા દરેક મતદારને ફોટોકાપલી આપવામાં આવશે. જે મતદાર પુરાવા તરીકે પણ માન્ય રાખવામાં આવશે. ચૂંટણી મતદાન માટે જુનાગઢથી ઇલેકટ્રોનિક વોટીંગ મશીનો આવી ગયા છે. જેનું ગઇકાલે ચેકીંગ થશે. મતદાન મથકો અગાઉ લોકસભા ચૂંટણી મુજબ રખાયા છે. તેમાં કોઇ ફેરફાર થયો નથી.

જિલ્લા કલેકટર એસ.કે. પંડયા દ્વારા આજે રાજકીય પક્ષનો સાથે બેઠક યોજીને તેમને પણ આ જાણકારીથી વાકેફ કરાયા હતા. ચૂંટણીની તારીખથી ૪૮ કલાક પહેલા ખંભાળિયા વિધાનસભા વિસ્તાર સિવાયના કોઇ આ વિસ્તારમાં ના રહે તે માટે ખાસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આચારસંહિ‌તાના ભંગ અંગે કોઇપણ ફરિયાદ ૨૩૪૦૦૩ ઉપર કરી શકાશે તથા ખર્ચના અધિકારી તરીકે મહેન્દ્રસિંગની નિયુકિત કરવામાં આવી છે. ચૂંટણી મતદાન દિને તથા ગણતરીના દિને લોકોને જાણકારી મળી રહે તે માટે મીડિયા સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. ખંભાળિયા વિધાનસભાની અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીઓ શાંતિપૂર્ણ થઇ હોય આ વખતની ચૂંટણીમાં લોકોને સહકાર આપવા જિ. કલેકટર પંડયાએ અપીલ કરી હતી.

૧૯ પ્રકારના જાહેરનામા બહાર પાડયા
એડી. કલેકટર ડી.કે. પારેખ દ્વારા હથિયારો જમા કરાવવા, સભા સરઘસ પ્રતિબંધ, વાહન પ્રચાર રજી. કરાવવાનું, ઉમેદવારી પત્ર ભરવામાં ત્રણ વાહનોથી વધુ ના લાવવા, ટેલીફોન-મોબાઇલનો ઉપયોગ, ૨૦૦ મી.માં મતદાન ક્ષેત્ર નજીક પ્રચાર ના કરવો વિગેરે જેટલા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

ચેકિંગ સ્કવોડો નિમાઇ : કંટ્રોલરૂમ શરૂ
ચૂંટણી અધિકારી કેલૈયાએ જણાવ્યુ હતું કે, ધારાસભાની ચૂંટણીના સંદર્ભમાં વીડીયો સર્વેલ્યંસ ટીમ તથા વીડીયો વ્યુ વ્યુઇંગ ટીમ, ખર્ચ તથા આચારસંહિ‌તા માટે તથા ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સ્કવોડ ચેકપોસ્ટ શરૂ થઇ છે. જેમાં નિયમ મુજબ પ૦ હજારથી વધુ રોકડ અને કંઇ આધાર નહીં હોય તો નાણાં જપ્ત કરી આગળની કાર્યવાહી થશે. જિલ્લામાં ચૂંટણી કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જેનો નં. ૨૩૪૦૦ છે.