જામનગરમાં તંત્રના નાક નીચે બાળમજૂરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચા ની હોટેલો, ખાણી-પીણીની લારીઓ, કારખાનાઓમાં ખુલ્લેઆમ મજૂરી કરાવી બાળકોનું થતું શોષણ
-
તંત્ર વર્ષમાં એકાદ વખત કાર્યવાહી કરી સંતોષ માને છે

બાળકોનાં ઉત્કર્ષ માટે સરકાર અને તંત્ર દ્વારા ફૂંકવામાં આવતા બણગાં વચ્ચે જામનગરમાં તંત્રના નાક નીચે બાળકો પાસે બેરોકટોક મજૂરી કરાવવામાં આવી રહી છે. બાળમજૂરી અટકાવવાની જવાબદારી જેમના શીરે છે તેવા મજૂર અધિકારી વર્ષમાં એકાદ બે દિવસ કાર્યવાહી કરીને કેટલાંક બાળકોને મુકત કરાવ્યાનો સંતોષ માને છે.

બાળ મજૂરી પ્રતિબંધિત હોવા છતાં જામનગરમાં છડેચોક બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. શહેરમાં આવેલી ચા ની હોટલો અને લારીઓમાં મોટા ભાગે કુમળી વયનાં બાળકો મજુરી કામ કરતાં જોવા મળી રહયા છે. હોટલ માલિકો દ્વારા આવા બાળકો પાસે ૧૨ થી ૧પ કલાક સુધી કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિં બાળકથી જરાસરખી પણ જો કોઇ ભૂલ થઇ જાય તો હોટલ માલિકો દ્વારા તેને બિભત્સ ગાળો ભાંડવામાં આવે છે. કયારેક તો મારકુટ પણ કરવામાં આવે છે.

આગળ વાંચો અન્ય બાળમજુરોની સ્થિતિ વિશે