• Gujarati News
  • Charina At Jamaravala Mahr Young Man Killed In A Fatal Wound Jhinki

જામરાવલ ખાતે મહેર યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહેર યુવાને હુમલો કરતા સર્કલ ઈન્સ્પેકટર અને તેના બે પુત્રોએ વળતા હુમલામાં પતાવી દીધો

જામકલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે આજે પૈસાની લેતી-દેતીના મનદુ:ખને લઈને રેવન્યુ વિભાગના સર્કલ ઓફિસર અને તેમના બે પુત્રોએ મહેર યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી. પૈસાની લેતી-દેતી બાબતે યુવાન સર્કલ ઓફિસરના ઘરે ગયો હતો ત્યાં બોલાચાલી થઈ હતી અને એ દરમિયાન મહેર યુવાને સર્કલ ઓફિસર ઉપર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સર્કલ ઓફિસર અને તેમના બે પુત્રોએ જ છરી આંચકી લઈને મહેર યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામકલ્યાણપુર તાલુકા પંચાયતમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને જામરાવલ ગામે જલારામ કોલોની વિસ્તારમાં રહેતા અરજનગીરી ગૌસ્વામીને ઘરે આજે ગોરાણા ગામે રહેતો માલદે પરબત ગોરાણીયા નામનો યુવાન પૈસા લેવા ગયો હતો. એ દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને માલદેએ પોતાના પાસે રહેલી છરી લઈને અરજનગીરી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ દરમિયાન અરજનગીરીના પુત્ર દેવેન્દ્ર અને કૈલાશ દોડી આવ્યા હતા અને માલદે પાસેથી છરી ઝુંટવીને તેને જ છરીના ઘા ઝીંકી દીધા હતા. માલદે ત્યાં જ ઢળી પડ્યો હતો.

આગળ વાંચો : પડખાના ભાગે છરીના ઘા ઝીંક્યા