પરીક્ષા કેન્દ્રોનું કેમેરા-લેપટોપથી રેકોર્ડિંગ થશે : મોબાઇલની મનાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- જિલ્લા શિક્ષણ વિભાગની અણઘડતાથી ચોંકી ઊઠતા કલેક્ટર
- તાકીદની મિટિંગ લીધી : નક્કર વ્યવસ્થા અને ફરજો અંગે હુકમ


જામનગરમાં ધો.૧૦ અને ધો. ૧રની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ તા. ૧૩ થી શરૂ થઇ રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ અંગે જાણીને ચોંકી ઉૂઠેલા જિલ્લા કલેકટરે તાકીદની મીટીગ લેવી પડી હતી અને સ્થળ સંચાલકો સહિ‌ત તમામ જવાબદારો સાથે મીટીગ યોજી બોર્ડની પરીક્ષા વખતે નકકર વ્યવસ્થા અને ફરજો અંગે જરૂરી હુકમો કર્યા છે, બીજી તરફ પરીક્ષા દરમ્યાનના દુષણ કે અવ્યવસ્થા ડામવા કેમેરા તથા લેપટોપથી રેકોર્ડીગ થશે, જયારે મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આગામી તા. ૧૩-૩-૧૪ થી શરૂ થતી ધો. ૧૦/૧રની પરીક્ષા બોર્ડના સંદર્ભમાં જિલ્લા કલેકટર નલીન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના ધો. ૧૦/૧રના સ્થળ સંચાલકોની મીટીગ જામનગર સેંટ ઝેવીયર્સ શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં સ્થળ સંચાલકોને પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બોર્ડનો એકશન પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા કલેકટર નલીન ઉપાધ્યાય પ્રાસંગિક ઉદ્દબોધનમાં સમગ્ર જામનગર-દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને સારી રીતે પરીક્ષા વિધાર્થીઓ કોઇ જાતના તપ ડર વગરના વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા રાજયના અગ્ર સચિવ સાથે થયેલી મીટીગમાં નવી જાણકારી અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું તથા પોલીસ વ્યવસ્થા અને જાહેરનામાના અમલ અંગે જાણકારી આપી હતી.

પરીક્ષા સ્થળે સ્થળ સંચાલકની સંપૂર્ણ જવાબદારી રહેશે જરૂરી રજીસ્ટરો રાખવાના રહેશે.ગેરરીતિ પડકાયે કેસ કરવામાં આવશે તથા ફરજ પરના કોઇ કર્મચારીએ મોબાઇલ ફોન ના રાખવો ફરજ પરના મામલતદાર, પ્રાંત અધિકારી કે ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારી પરીક્ષા કેન્દ્રની મુલાકાત અવલોકન કરશે. જયારે દેવભુમિ જિલ્લા શિક્ષણાધિકારી ડો. પી.એન. દવેના જણાવ્યા મુજબ દેવભુમિ જિલ્લા કલેકટર ડી.પી.જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિધાર્થીઓ તથા સંસ્કૃતના ૪ર માટે ૩૭ સ્થળ સંચાલકો નિમાયા છે તથા ઝોનલ અધિકારી તરીકે એ.કે.પુરોહિ‌ત નીમાયા છે. ભાણવડમાં ચાર બિલ્ડીગ, કલ્યાણપુરમાં બે, રાવલમાં બે, ભાટિયામાં ૩, નંદાણા બિલ્ડીગ-૧, યુનિટ-ર, દ્વારકામાં પ બિલ્ડીગ મીઠાપુરમાં એક બિલ્ડીગ અને ર યુનિટ તથા વાડીનારમાં ર અને ખંભાળિયામાં સૌથી વધુ ૧૦ બિલ્ડીગમાં વ્યવસ્થા ગોઠવાઇ છે. ધોરણ ૧રની બેઠક વ્યવસ્થા સામાન્ય પ્રવાહની માટે દ્વારકામાં બે બિલ્ડીગ, ભાટિયામાં ત્રણ બિલ્ડીગ, મીઠાપુરમાં એક, ભાણવડમાં બે અને ખંભાળિયામાં ત્રણ એમ કુલ ૧૧ બિલ્ડીગોમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે જયારે સાયન્સ પ્રવાહમાં માત્ર મીઠાપુર ખાતે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.

પરીક્ષાર્થીઓની મૂંઝવણ દૂર કરવા હેલ્પલાઇન
ધો. ૧૦ અને ધો. ૧રના એટલે કે બોર્ડના વિધાર્થીઓની પરીક્ષાનો હાઉ અને મુઝવણ દુર કરવા માટે હેલ્પ લાઇન અને કાઉન્સેલીંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં નેશનલ હાઇસ્કુલ, જામનગર મો. ૯૮૨પ૨૧૦પ૦૮, શારદા મંદિર હાઇસ્કુલ, જામનગર ફોન નં. ૨૬૭પ૧૭૮, જેકુરબેન સોની કન્યા વિધાલય, જામનગર ફોન નં. ૨૭૧૩૩૪ તથા સાર્વજનિક વિધાલય, હાપા પાસે ફોન નં. ૯૭૨૪પ૦પ૮પપ છે.