તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૧૦ બાઇક ચોરનાર ઝડપાયો, પાંચ મોટરસાઇકલ કબજે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ મોટરસાઇકલ કબજે કરતી પોલીસ

જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ટુકા ગાળામાં ૧૦ મોટરસાયકલની ઉઠાંતરી કરનાર આહિર શખસને સીટી-એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી પાંચ ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યા છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તાર નજીક હરીયા કોલેજ પાછળના શ્યામનગર-૩માં રહેતો ભરત ભીમશી આંબલિય નામનો શખસ ચોરાઉ મોટરસાયકલમાં સીનસપાટા મારતો હોવાની સીટી-એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પીઆઇ એસ.એફ.વાઢેર તથા ડી-સ્ટાફના ભરતસિંહ ઝાલા, સંદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે દિગ્વીજય પ્લોટ-૪૯ના છેડે પાણાખાણ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

આગળ વાંચો : શહેર-જિલ્લાની અન્ય બાઇક ચોરીમાં આરોપી સંડોવાયો છે કે કેમ ?