ભાતેલની ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કૃષ્ણ જન્મ મહોત્સવમાં ભાતેલ ગળાડૂબ થયું

ખંભાળિયા તાલુકાના ભાતેલમાં શ્રીમદ્દ ભાગવત કથામા કથાકાર રમેશભાઇ ઓઝાએ નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કૃષ્ણજન્મના કાર્યક્રમમાં આખુ ભાતેલ ગામ પોતાને ઘેર પુત્ર જન્મ થયો હોય તેમ હર્ષથી જોડાયું હતું. શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મની ઉજવણીમાં શેષનાગ અને શણગારેલા કલાત્મક સુંડલામાં બાળકૃષ્ણને લઇને આવતા વાસુદેવનો કાર્યક્રમ અને બાળ લાલા સ્વરૂપ શ્રીકૃષ્ણ સાથે ભવ્ય રીતે ઉજવણી થતાં હજારો શ્રોતાઓ અડધી કલાક સુધી નંદ ઘેર આનંદભર્યા અને કૃષ્ણજન્મના વધામણા ગાતા, ઢોલ નગારા, ત્રાંસા સાથે જોડાયા હતાં. નંદ મહોત્સવ કૃષ્ણજન્મના કાર્યક્રમમાં ભાતેલ ગામના તમામ ગ્રામજનો તથા હજારો ભાવિકો જોડાયા હતાં. તથા કથાસ્થળે અનેક સ્થળે માખણની મટુકી રાખીને મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.

કથાકારનું રાજપૂત પાઘડીથી સન્માન

ભગવાન કૃષ્ણના જન્મ તથા તેની આરતી વિ. યજમાન પરિવાર તથા અગ્રણીઓ દ્વારા કરાયુ હતું. જે પછી ભાતેલના પીઢ રાજપૂત આગેવાન દ્વારા કથાકાર ભાઇજીનું પરંપરાગત રાજપૂત પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સગર્ભાવસ્થા એ આવનાર બાળકના ભવિષ્ય ઘડતરમાં કેટલી મહત્વની છે તે અંગે રસપ્રદ વકતવ્ય ભાઇજીએ આપ્યુ હતું. તથા જેવું જુઓ અને સાંભળો તેવી જેમ બુધ્ધિ થાય તેવી રીતે સગર્ભાવસ્થા દરમિયાન માતાએ બાળકને સારી રીતે કેળવણી મળે તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો તથા ગુજરાતમાં હતા.

આ અંગે થતી પ્રવૃતિઓ સંસ્થાઓ અંગે જાણકારી આપી હતી અને વાસુદેવ એટલે મનદેવકી એટલે બુધ્ધિ અને કંસ એટલે અભિમાન અને જેને હિંસા બહુ વહાલી હોય તે જગાવી કંસ વાસુદેવ, યશોદા, નંદરાજાના રૂપકની ચર્ચા કરી હતી. હિંસા અંગે વ્યાપક અર્થની સમજૂતી જુદા-જુદા ઉદાહરણોથી આપી હતી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.........