જામજોધપુરની ભાગવત કથામાં નંદઉત્સવ યોજાયો, ભાવિકો ઉમટ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

જામજોધપુરનાં જલારામ મંદિર ગોકુલધામમાં રસિકભાઇ સેવકનાં વ્યાસાસને યોજાઇ રહેલી ભાગવત સપ્તાહમાં મંગળવારે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતાં. મલાવી આફ્રિકા નિવાસી હિનાબેન ઠકરાર તથા સુરેશભાઇ છગનભાઇ ઠકરાર પરિવાર દ્વારા અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના પ્રારંભે શહેરમાં ભારે ધામધૂમપૂર્વક પોથી યાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ કથાનું રસપાન કરવા માટે જામજોધપુર શહેર ઉપરાંત તાલુકાભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે જામજોધપુર સ્વામીનારાયણ મંદિરના સ્વામી રાધારમણ દાસજીએ ઉપસ્થિત રહી સંતવચન પાઠવ્યા હતાં. નરેન્દ્રભાઇ ઠકરાર દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ભાગવત સપ્તાહમાં મંગળવારે નંદ ઘેરા આનંદ ભયોના નાદ સાથે ભવ્ય નંદ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.