તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bacavanara Themselves Vulnerable To Others, 20 Families Life At Risk

અન્યોને બચાવનારા ખુદ અસલામત, ૨૦ પરિવારો પર જાનનું જોખમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાયરબ્રિગેડના તમામ ક્વાર્ટરો પડવાના વાંકે ઊભા હોય તેમાં રહેતાં ૨૦ પરિવારો પર જાનનું જોખમ

આગ, પુર, ભૂકંપ જેવી કોઇપણ કુદરતી આપતિમાં માનવ જિંદગી બચાવનારા ફાયર બ્રિગેડના જવાનો અસલામત હોવાનું બહાર આવ્યું છે. જામનગરમાં ફાયર બ્રિગેડના જવાનો તેમના પરિવાર સાથે જે સરકારી કાવાર્ટરમાં રહે છે તે તમામ પડવાના વાંકે ઉભા હોય તેવી સ્થિતિમાં હોવાથી ૨૦ જેટલા પરિવારો માથે જાનનું જોખમ ઝળુંબી રહયું છે.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા જવાનો તંત્રએ ફાળવેલા સરકારી ક્વાર્ટરોમાં પરિવારજનો સાથે વસવાટ કરી રહયા છે. હાલમાં મનપા કચેરી નજીક ૧૨ અને બેડેશ્વર ફાયર સ્ટેશનમાં ૯ ક્વાર્ટરો આવેલા છે. આ તમામ એટલે કે, ૨૧ ક્વાર્ટરો વર્ષ-૨૦૦૧માં આવેલાં ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયા હતાં. ત્યારબાદ ભારે વરસાદ, ધરતીકંપના આંચકા વગેરેને કારણે હાલમાં આ ક્વાર્ટરો પડું-પડું હાલતમાં ઉભા છે.

તદ્દન જર્જરિત થઇ ગયેલા આ ક્વાર્ટરોમાંની છતમાંથી છાશવારે પોપડા પડે છે. જેથી તેમાં રહેતાં ફાયરના જવાનો અને તેમના પરિવારજનોને સામાન્ય ઇજા થવાના કિસ્સા પણ બની ચૂક્યા છે. આટલું જ નહીં ચોમાસામાં છતમાંથી પાણી પડતા લોકોની મુશ્કેલી બેવડાય છે. નવાઇની વાત તો એ છે કે, લોકોને કુદરતી આફતોમાં બચાવનારા ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે ખખડધજ ક્વાર્ટરોમાં વસવાટ કરી રહ્યાં છે.

તો કોઇપણ સમયે ક્વાર્ટરો ધરાશાયી...!, ભયજનક ઇમારતોમાં ક્વાર્ટરોનો સમાવેશ નહીં : આગળ વાંચો