તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં દિવાળી ટાણે ખેલાઈ ખૂનની હોળી, યુવાન ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તીક્ષ્ણ હથિયારના માથા, વાસાના ભાગે અડધો ડઝન પ્રહારોથી એક યુવાન ગંભીર
- જામનગરમાં બે યુવાનો પર જીવલેણ હુમલો

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં બે મુસ્લિમ યુવાનો પર અડધો ડઝન ઉપરાંત શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. બે પૈકીના એક યુવાનની હાલત વધુ ગંભીર ગણાવાઇ રહી છે. પોલીસે નાગેશ્વર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી સ્થિતિ થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતાં.

જામનગરમાં બુધવારે સાંજે નાગેશ્વર વિસ્તારમાં વ્હોરાના હજીરા પાસે અડધો ડઝન ઉપરાંત શખ્સો બેડી વિસ્તારમાં રહેતા કાસમભાઇ અબ્દુલભાઇ ઘુમરા (ઉ.વ.૩૦) અને અખ્તરભાઇ ઇસ્માઇલભાઇ કમુટા (ઉ.વ.૨૧) પર તલવાર અને છરી સહિ‌તના ઘાતક હથિયારોથી તૂટી પડી હુમલો કર્યો હતો. જેમાં ચોતરફે તિક્ષ્ણ હથિયારોના અડધો ડઝન પ્રહારો પડતા કાસમભાઇને પેટ અને વાસા અને હાથ સહિ‌તના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જયારે અન્ય યુવાનને ઓછા-વધતી ઇજા પહોંચી હતી. આ વારદાતને અંજામ આપી શખ્સો નાશી ગયા હતાં.

આગળ વાંચો જીવલેણ હુમલાની વધુ વિગત