તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર-રાજકોટમાં બાઇક ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અડધો ડઝન મોટરસાઇકલ ચોરીની કબૂલાત

જામનગરમાં ચોરાઉ મોટરસાઇકલ સાથે સીનસપાટા મારતા ઉપલેટાના શખ્સને એલસીબીએ આબાદ પકડી પાડયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો માખીયાળા ગામે રહેતો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે જામનગરમાં સીનસપાટા મારતો હોવાની એલસીબીનાં અરજણભાઇ અને સુરેશભાઇ આહિરને બાતમી મળી હતી.

જેના આધારે એલસીબીના સમગ્ર સ્ટાફે પોલીસે ચોકકસ સ્થળે વોચ ગોઠવી પલ્સર બાઇકમાં પસાર થતાં રમેશ ભીમા સુવા નામના શખ્સને આંતરી લીધો હતો. જેમાં પલ્સર મોટર સાઇકલ ૨૦૧૦માં ઉઠાંતરી કર્યાની આરોપીએ કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી.

જેમાં છેલ્લા બે વર્ષના ગાળામાં આરોપીએ રાજકોટના શાપર વિસ્તારમાંથી બે, રાજકોટ રિંગ રોડ અને જામજોધપુર તાલુકાના માંડાસણ ગામેથી એક-એક સહિતના છ બાઇકની ઉઠાંતરી કરી હતી. શહેર સહિત જિલ્લાભરની અન્ય બાઇક ચોરીમાં આ શખ્સ સંડોવાયો છે કે કેમ ? સહિતનો તાગ મેળવવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી હતી.