જામનગર:ખેતપેદાશના ટેકાના ભાવવધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો: વાડીમાં મગફળીનો પાકની તસવીર)
- કિસાન સંઘની વેદના | યાર્ડમાં ઓછી કિંમતમાં માલ વેચાય છે
- બિયારણ, ખાતર મોંઘા છે માટે ઉત્પાદન મોંઘું છે અને પડતર ઊંચી પડે છે
જામનગર: ખેતપેદાશના ટેકાના ભાવમાં સુધારો કરી આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજયના દરેક મથકોએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયા હતાં. તેવી જ રીતે જામનગરમાં પણ આવેદનપત્ર પાઠવ્યું હતું.
ચાલુ વર્ષની ખરીદપાકોની આવકો માર્કેટયાર્ડમાં શરૂ થઇ ગઇ છે તે એમએસપી (ટેકાના ભાવ)થી પણ નીચે વેચાય રહયા છે. પાછલા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ખેત પેદાશો જેવી કે, કપાસ, મગફળી, એરંડા, ઘઉં, મકાઇ, બાજરી રાયડો વગેરેના ભાવો ગગડી રહયા છે.

જ્યારે ખેતી કરવા માટેની જરૂરી ચીજવસ્તુઓ જેવી કે રાસાયણિક ખાતર, દવા, બિયારણ યાંત્રિક સાધનો સિંચાઇ, ડીઝલ, મજૂરી વગેરેના ભાવો રોજેરોજ વધી રહયા છે. હાલ ખેડૂતોની પડતર કિંમત કરતા પણ ઘણી નીચે કિંમતે ખેડૂતો પોતાનો માલ વેંચી દેવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિ દેશભરના કિસાનો કયાં સુધી સહન કરી શકશે. આમ જણાવીને કિસાન સંઘએ ઉમેર્યુ છે.અગાઉની કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂત બરબાદ થઇ દેવાદાર બની રહયો છે અને આત્મહત્યા કરી રહયો છે. આ પરિસ્થિતિનો ઉકેલ સત્વારે કરવા જરૂરી છે.

તમામ ખેતીપાકોના ટેકામાં વધારો કરવો, કપાસ, મગફળી, એરંડા અને રાયડો રૂ.1200 પ્રતિ કિલોના ભાવ નકકી કરવા અને મકાઇ, બાજરી, ઘઉં રૂ.400 પ્રતિ 20 કિલોના ભાવ નકકી કરવા તથા કઠોળ, મગ, અળદ, મઠ, ચણા, તુવેર વગેરે પ્રતિ કિલોના રૂ.1200 નકકી કરવા સહિતની માંગણી કરીને સાનૂકૂળ પ્રતિભાવ આપવા માટેની બાબતો સાથેનું જામનગર જિલ્લા ભારતીય કિસાનસંઘના પ્રમુખ હેમરાજભાઇ સાવલિયાની આગેવાનીમાં પાઠવાયું હતું.

પડતર કિંમતો

કપાસ, મગફળી, એરંડા, રાયડો જેવા પાકોની પડતર કિંમત 20 કીલોના રૂ.1400 થી રૂ.1500 છે. અનાજ જેવા કે મકાઇ, ઘઉં, બાજરી, ડાંગરની પડતર કિંમત 20 કીલોના રૂ.600 થી રૂ.700 છે તથા કઠોળ, મગ, અળદ, મઠ, ચણા, તુવેર વગેરેની પડતર કિંમત રૂ.1400 થી 1500 છે.