ખંભાળિયાના અનેક વિસ્તારોમાં અપૂરતું પાણી વિતરણ, મહિલાઓનો હલ્લાબોલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાઃ ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમય થયા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે શહેરના કેટલાક વિસ્તારોમાં આઠ-દસ દિવસ સુધી પાણી વિતરણ ન થતાં નગરજનોમાં ભારે દેકારો બોલી ગયો છે ખાસ કરીને પાણી પ્રશ્ને ઉગ્ર બની ગયેલા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે દોડી જઇ રોષભેર રજુઆતો કરી છે.
પાલિકા કચેરી ખાતે મહિલાઓ ટોળા રૂપે દોડી જઇ ધાંધલ ધમાલ મચાવતા પદાધિકારીઓ મૂંઝાયા

ખંભાળિયામાં હાલ ઉનાળાના અંતિમ દિવસોમાં પાણી પ્રશ્ને વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. કોઇ કારણોસર નગરપાલિકા તંત્ર શહેરમાં આઠ-દશ દિવસે માંડ પાણી વિતરણ કરી શકતી નથી ત્યારે પાણી માટેના કાળા કકળાટે લોકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરાવી છે. ખંભાળિયામાં પાણી વિતરણ વ્યવસ્થાની અનિયમિતતા તથા દશ-દશ દિવસ સુધી પાણી ન મળતા ખાસ કરીને બહેનોને ભટકવું પડે છે અને જાહેર સ્થળોએ પાણી ભરવા કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડે છે.

નગરપાલિકાના સતાવાળાઓના જણાવ્યા અનુસાર હાલ એકમાત્ર આધાર એવા નર્મદાના નીર અનિયમિત અને અપૂરતા હોવા ઉપરાંત વચ્ચેથી ડાયવર્ટ કરાતા આ સ્થિતી સર્જાય છે ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવે છે. ખંભાળિયા શહેરમાં પાણી પાણી પ્રશ્ને રાડ બોલી જતાં પાલિકા તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી અપાય છે નવાઇની બાબત તો એ છે કે નગરપાલિકા પાસે હાલ સમ ખાવા પુરતું માત્ર એક જ ટેન્કર છે ત્યારે આવા બીજા છ ટેન્કરો વસાવવા માટે અથવા રીકવીઝીટ કરવા માટે તાકીદે પગલા લેવામાં આવે તેવી સવિસ્તૃત રજુઆત સીનીયર અને જાગૃત સભ્યો દ્વારા કરવામાં આવી છે.

શહેરમાં મોટા ભાગના બોર-કુવા ડુકી ગયા છે ત્યારે હાલ પાણીનો જથ્થો ધરાવતા બોરમાંથી પાલિકા તંત્ર દ્વારા પાણી મેળવી વિતરણ કરવામાં આવે તેમ નગરજનો ઇચ્છી રહયા છે.
સ્થાનિક નેતાઓ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાચ્યા રહે છે ત્યારે પાણી પ્રશ્ને હવે લોકોની ધીરજ ખૂટી રી હોવાનું ચિત્ર ઉપસ્થિત થઇ રહયું છે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્યનું મૌન પણ ટીકાસ્પદ બની રહયું છે.

આજે દશ દિવસ સુધી પાણી વિતરણ ન થતાં શહેરના કેટલાક વિસ્તારોમાંથી મહિલાઓ અહીની નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતાં અને ઉગ્ર રોષભેર રજુઆતો થતા દેકારા જેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું આજનું વાતાવરણ જોતા પાણી પ્રશ્ને હવે કંઇક નવા જુની થવાની સંભાવના નકારી શકાતી નથી.
અન્ય સમાચારો પણ છે...