તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ માછીમારીના રૂ.1140 કરોડના કારોબારમાં મહિલાઓ સમોવડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગર દ્વારકા જિલ્લાના 355 કિલોમીટરનો દરિયાકિનારો ટ્રાન્સપોર્ટેશન, સોલ્ટ, પ્રવાસન સહિતના ક્ષેત્રો માટે તો ઉપયોગી છે. સાથે-સાથે માછીમારી વ્યવસાય માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. વર્ષે રૂ.1140 કરોડથી પણ વધુ રકમના કારોબાર થાય છે. આ રીતે દરિયાઇ ખેતી માટે દરિયાકાંઠાની અને દરિયાઇ વિસ્તારની ખૂબ ઉપયોગીતાનો 40 હજાર જેટલા માછીમારો 3200થી વધુ બોટ દ્વારા લાભ લે છે. ઉપરાંત પગડિયા માછીમારોનો પણ સમાવેશ થાય છે. માછીમારીના આ જંગી કારોબારમાં મહિલાઓ પણ પુરુષો સાથે ખભેખભા મિલાવે છે તથા 19 હજાર તો બહેનો માછીમાર તરીકે કામ કરે છે અને બોટ પણ તેમના નામે નોંધપાત્ર હોય તેવી સંખ્યાપણ નોંધપાત્ર છે.
40 હજાર નોંધાયેલા ફિશરમેનમાં 19 હજાર તો બહેનો છે,માછીમારો 3200થી વધુ બોટ દ્વારા લાભ લે છે

જોડિયા પાસેના ઝીંઝુડાથી લઇ તમામ વળાંકો સાથે પશ્ચિમ દિશાએ મહત્ત્વના એવા ઓખા બંદર ઉપર હર્ષદ ગામના દરિયાકાંઠાનો જામનગર-દ્વારકા જિલ્લામાં સમાવેશ થાય છે. સચાણા, જોડિયા, બાલાચડી, બેડી, રોઝી, સિક્કા, વાડીનાર, સલાયા, લાંબા, હર્ષદ, ઓખા, રૂપેણ, ડાલડા, દ્વારકા સહિત 21 એવા ગામના વિસ્તારો છે, જે દરિયા નજીક વસ્યા છે. અહીં માછીમારોની નોંધપાત્ર વસતી છે. 40 હજાર જેટલા માછીમારોના નાના-મોટા સંગઠનો છે અને 29 થી વધુ ફિશરીઝ સોસાયટીઓ નોંધાયેલી છે.
દરિયાઇ ખેતી નોંધપાત્ર બની રહી છે

આ જિલ્લામાં નાની-મોટી મળીને 1500 જેટલી માછીમારી બોટમાંથી મોટાભાગની યાંત્રિક બોટ છે. દર વર્ષે 57000 મેટ્રિક ટન માછલીઓનું વેચાણ થાય છે અને અંદાજે રૂ.1140 કરોડનો કારોબાર થાય છે. દરિયાઇ ખેતી નોંધપાત્ર બની રહી છે ત્યારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, જિલ્લામાં નોંધાયા મુજબ 40 હજારથી વધુ માછીમારો છે. જેમાંથી 21 હજાર પુરુષો અને 19 હજાર સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ મહિલાઓના નામ રજિસ્ટરમાં તેમના નામ માછીમાર તરીકે છે.

મહિલાઓ માછીમારી પણ કરે છે અને બોટની માલિક પણ હોય છે

માછીમારી કરવામાં મહિલાઓ પણ અગ્રેસર છે અને કાંઠાળા વિસ્તારમાં તથા ઓટન વિસ્તારોમાં મહિલાઓ માછીમારી કરે છે, માછલીઓના વેચાણમાં પણ મહિલાઓનું યોગદાન મોટું છે. મહિલાઓની સંખ્યા માછીમારોના ક્ષેત્રમાં નોંધપાત્ર છે તેવી જ રીતે નોંધપાત્ર સંખ્યામાં બોટ પણ મહિલાઓના નામે નોંધાયેલી છે. એક બોટની કિંમત 2 લાખથી માંડી આઠ લાખ સુધીની હોય છે જે બહેનોના નામે હોય તો તેમની એક મિલકત પણ બની રહે છે.- એસ.વી. ચૌધરી, ફિશરીઝ સુપરિન્ટેન્ડન્ટ, દ્વારકા અને જામનગર જિલ્લો

માછીમારી માટે 6 હજારથી વધુ બોટ

જામનગર અને દ્વારકા જિલ્લાઓના 21 જેટલી માછીમારી વસાહતો વાળા ગામોની મળીને 3200થી વધુ યાંત્રિક બોટો છે. સચાણા, સલાયા, ઓખામાં તો 500થી માંડી 800 જેટલી બોટો કાર્યરત રહે છે અને મોટાભાગે અડધાથી એક દિવસમાં આવી બોટો માછીમારી કાર્યવાહી પૂરી કરે છે.

કચ્છનો અખાત ખજાનો છે

સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચેના ખાસ કરીને ઓખામંડળના ઓખા, જામનગર તાલુકાના બેડી, સિક્કા વગેરેને લગત એવા સામેના કચ્છના વિસ્તારની વચ્ચેનો કચ્છના અખાતનો વિસ્તાર જ માછલીઓનો ખજાનો ધરાવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો