તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ તોફાની ટોળાંએ પથ્થરમારો કરતાં ત્રણ પોલીસ કર્મી ઘવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગર સહિત હાલાર પંથકમાં ધીમે-ધીમે અજંપાભરી શાંતિ સ્થપાઇ રહી છે જોકે, પોલીસે તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે, દરમિયાન ધીમે-ધીમે જનજીવન થાળે પડવામાં છે ત્યાં બુધવારે બપોરે દિગ્જામ સર્કલ પાસે દલિત મહિલાના ટોળાંએ ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં શંકર ટેકરીમાં મહિલાઓના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. સિક્કા પાટિયા પાસે ત્રણસો શખ્સોના ટોળાંએ પથ્થરમારો કરતાં ત્રણ પોલીસ કર્મી ઘવાયા હતા. રાત્રિના સમયે ગુલાબનગર પાસે એસ.ટી.ના કાચ ફોડવામાં આવ્યા હતા.
નગરમાં ચાંપતો બંદોબસ્ત, અજંપાભરી શાંતિ વચ્ચે બુધવારની રાત્રિ પોલીસ માટે દોડધામ ભરેલી રહી

શહેરમાં ગુરુવારે સવારથી અજંપાભરી શાંતિ જોવા હતી. શહેરના તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ પોલીસે પણ રાહતનો દમ લીધો હતો. જ્યારે દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયામાં દલિતોના ટોળા દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શુક્રવારે ખંભાળિયા બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું.
સિક્કા પાટીયા પાસે એસપી સહિતનો કાફલો દોડી ગયો

જામનગરમાં બુધવારે સાંજે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટિયા પાસે અચાનક ત્રણસોથી વધુ માણસોનું ટોળું રોડ આવી ગયું હતું. ટોળાં દ્વારા ધોરીમાર્ગ પરથી પસાર થતા વાહનો રોકવામાં આવી રહ્યા હોવાની વિગતો જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ સુધી પહોંચતા તેઓ સ્ટાફ સાથે યુધ્ધના ધોરણે સિક્કા પાટિયા પાસે દોડી ગયા હતા. તેઓની સાથે એલસીબી, એસઑજી અને સિટી-એ, બી, સી ડિવિઝન તથા પંચકોશી-એ, બી તેમજ મેઘપરનો પોલીસ સ્ટેશનનો કાફલો પણ બંદોબસ્તમાં ધસી ગયો હતો.
ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ સારવાર હેઠળ
પોલીસના આગમન વેળા ટોળાંએ પોલીસને સ્થળ સુધી પહોંચતા રોકવા માટે આક્રમક પથ્થર મારો શરૂ કરતાં એસપી, તથા પોલીસ કર્મચારી દ્વારા આ ટોળાંને તોડવા માટે ટિયર ગેસ તથા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ વખતે પ્રો.પીએસઆઈ ડી.એચ.સીંગરખિયા તેમજ મેઘપર પોલીસ સ્ટેશનના પો.કો. સુરપાલસિંહ કિરિટસિંહ ઝાલા, જગદીશસિંહ ભીખુભાને ઇજા પહોચતા સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે સવારથી શહેરમાં અજંપા ભરી શાંતિ રહેવા પામી હતી. આ શાંતિ વચ્ચે પણ કોઈપણ સ્થળ પર અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા લાલબાંગ્લા પાસે, શંકર ટેંકરીમાં, વૂલનમિલ પાસે મળી અનેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....જામનગરમાં 144 કલમનું જાહેરનામું લંબાવાયું..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો