તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામજોધપુરમાં વરસાદી માહોલ સર્જાયો, અસહ્ય બફારા વચ્ચે વરસાદની હાઉકલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર: જામનગર શહેર-જિલ્લામાં સૂર્યનારાયણના અસહ્ય તાપ વચ્ચે શહેરીજનો તોબા પોકારી ઉઠયા હતાં. જેમાં સવારથી રાત્રી દરમિયાન વરસાદી વાદળો અવાર-નવાર બંધાતા લોકોમાં વરસાદને લઇને આતુરતા વધતી જોવા મળતી હોય છે. પરંતુ વાદળોના હાઉકલી કરી વિખેરાઇ જતા હોય છે. આવા માહોલ વચ્ચે રવિવારે વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ જામજોધપુરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને સાંજે 6 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ આ માહોલ થોડા સમય પુરતો જોવા મળ્યો હતો.

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો

જામનગર શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલની આતુરતાથી લોકો રાહ જોઇ રહયા છે પરંતુ મનમુકીને વરસાદ ન વરસ્તા લોકો ઉકળાટનો અનુભવ કરી રહયા છે. જેમાં રવિવારે જામજોધપુરમાં બપોર બાદ વાદળો બંધાતા વરસાદી માહોલ સર્જાયો હતો અને ધીમી ધારે છાંટા શરૂ થયા હતાં. આ વરસાદી માહોલ સર્જાતા પવનના જોર વચ્ચે અસહય બફારા વચ્ચે લોકોએ ઠંડા માહોલનો અનુભવ કર્યો હતો. પરંતુ આ વરસાદી માહોલ થોડા સમય પુરતુ જોવા મળ્યો હતો અને એકાએક વરસાદે હાઉકલી કરતા શહેરીજનોએ નિરાશા અનુભવી હતી. આમ વરસાદી માહોલ જામજોધપુરમાં જોવા મળ્યો હતો જયારે શહેર-જિલ્લાના ગામડાઓ કોળા ધાક જોવા મળ્યા હતાં અને અસહય બફારા વચ્ચે લોકો અકળાઇ ઉઠયા હતાં.
અન્ય સમાચારો પણ છે...