તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ પડાણા પાસે બોલેરોની ઠોકરે બાઇકસવાર, બે યુવાનનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગરમાં વધતાં જતાં અકસ્માતના બનાવમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,જામનગર-ખંભાળિયા હાઇ-વે ફરી એકવાર રક્તરંજિત બન્યો હતો. ખંભાળિયાથી જામનગર તરફ બાઇકમાં ત્રિપલ સવારીએ આવી રહેલા આ બાઇક ચાલકને પડાણા નજીક એક બોલેરોના ચાલકે અડફેટે લઈ અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં આ બાઇક ચાલક ત્રણ યુવાન માથી બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયાં હતા જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર-ખંભાળિયા હાઇવે ફરી એકવાર રક્તરંજિત થયો,એક યુવાન સારવાર હેઠળ

ખંભાળિયાથી જામનગર તરફ જીજે-10-એજે-8101 નંબરના બાઇકમાં ત્રિપલ સવારીએ આવી રહેલા દશરથભાઈ ગણપતભાઈ સંઘાર, જેસલભાઈ સામજીભાઈ મોદી, બિરજુભાઈ અજિતભાઈ નામના આ બાઇક ચાલક યુવાનોને પડાણા નજીક જીજે-10-વાય-5400 નંબરના બોલેરોના ચાલકે અડફેટે લઈ અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં આ બાઇક ચાલક યુવાનો માથી દશરથભાઈ અને જેસલભાઈ નામના બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયાં હતા જ્યારે બિરજુભાઈ અજિતભાઈ નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ખંભાળિયામાં રહેતા લખમણભાઈ જેસંગભાઈ સંઘાર નામના વૃદ્ધે બોલેરો ચાલક સામે આઇપીસી કલમ 304(અ) મુજબ ફરિયાદ નોધાવી હતી અને તપાસ હાથ ધરાઇ છે.

વર્ષે 280ના માર્ગ અકસ્માતમાં મૃત્યુ

જામનગર શહેરને જોડતા જુદા-જુદા હાઇવે જેમ કે, લાલપુર, ખંભાળિયા, કાલાવડ, રાજકોટ વગેરે પર દરરોજ નાના-મોટા અસંખ્ય અકસ્માતો થવા પામે છે અને લોકોને નાની-મોટી ઇજાઓ પણ પહોચે છે ત્યારે ચિંતાજનક રીતે દર વર્ષે માર્ગ અકસ્માતમાં 280 જેટલી વ્યકિતઓ મૃત્યુ પામે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો